નવીનીકરણ:માલસરથી અસા બ્રિજનું કામ ઓગસ્ટમાં પૂર્ણ થવાની શક્યતા, હજુ 411 કિલોમીટરના 146 રસ્તાઓની કામગીરી ચાલુ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
માલસરમાં નર્મદા નદી પર બ્રિજની કામગીરી ચાલી રહી છે. - Divya Bhaskar
માલસરમાં નર્મદા નદી પર બ્રિજની કામગીરી ચાલી રહી છે.
  • જિલ્લામાં 3 વર્ષમાં રૂા. 192 કરોડના ખર્ચે 545 રસ્તા બન્યા

વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં 545 કિલોમીટર લાંબા રસ્તાઓનું રૂ. 192 કરોડના ખર્ચે નવીનીકરણ થયું છે. હજુ 411 કિલોમિટરના 146 કામ ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષમાં જિલ્લામાં કુલ 522 માર્ગોના કામો મંજૂર કરાયા છે. રૂ.225 કરોડના ખર્ચે 56મો પૂલ 1312 કિલોમિટર લાંબી નર્મદા નદી ઉપર માલસરથી અસાને જોડતા બનાવવામાં આવી રહ્યો છે. જેનું કામ અાગામી અોગસ્ટ મહિનામાં પૂર્ણ થયા બાદ લોકો માટે ખુલ્લો મૂકાશે.

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કમલેશ થોરાટે જણાવ્યું હતું કે, ત્રણ નાણાંકીય વર્ષમાં સરકાર દ્વારા વડોદરા જિલ્લામાં કુલ 522 માર્ગોના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી 212 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે 146 કામો પ્રગતિ હેઠળ છે. રાજ્ય સરકારે વડોદરા જિલ્લામાં કુલ રૂ.1008 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ રાજ્ય અને પંચાયત હસ્તક એમ બન્ને મળીને વડોદરા જિલ્લામાં માર્ગોની લંબાઇ જોઇએ તો રાજ્ય ધોરી માર્ગ 709 કિ. મિ., મુખ્ય જિલ્લા માર્ગો 482 કિ. મિ., અન્ય જિલ્લા માર્ગ 253 કિ. મિ., આયોજન હેઠળના ગ્રામ્ય માર્ગો 502 કિ. મિ. અને બિનઆયોજન હેઠળના 1231 મળી કુલ 3179 કિલોમિટર માર્ગો છે.

મોટીકોરલથી ભાલોદને જોડતો પુલ રૂા. 172 કરોડના ખર્ચે બનશે
માલસર બાદ કરજણ તાલુકાના મોટી કોરલ અને ઝઘડિયા તાલુકાના ભાલોદને જોડવા રૂ. 172 કરોડના ખર્ચથી બનનારા પૂલનું કામ શરૂ થવાનું છે.ઉપરાંત સાવલી અને વાઘોડિયા ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીનું નવીનીકરણ, રૂ. 19 કરોડના ખર્ચથી આદર્શ નિવાસી શાળા, સંયુક્ત ચેરિટી કમિશનરની કચેરી, જંતુનાશક પ્રયોગ શાળા, સંયુક્ત બાગાયત નિયામકની કચેરીના બાંધકામની કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...