ધીમી ગતિ:સયાજીપુરા આવાસનું કામ અધૂરું, કોન્ટ્રાક્ટરને નોટિસ

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 વર્ષમાં આવાસનું કામ પૂરું કરવાનું હતું

શહેરના પૂર્વ વિસ્તારમાં નિર્માણધીન એલઆઈજી આવાસોની કામગીરી અધૂરી કરવા બદલ એફોર્ડબલ હાઉસિંગ વિભાગે કોન્ટ્રાક્ટર ડીઆર પટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને નોટિસ ફટકારી છે. પાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સયાજીપુરા ખાતે આવાસ બનાવવા 2019માં વર્ક ઓર્ડર અપાયો હતો.

આ કામ અગાઉ એવી ઑમ્ની નામના કોન્ટ્રાક્ટર પાસે કરાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ તેણે કામ ન કરતાં તેમના ખર્ચે અને જોખમે નવા કોન્ટ્રાક્ટર ડીઆર પટેલ ઇન્ફ્રાને એક વર્ષમાં કામ પૂરું કરવા વર્ક ઓર્ડર અપાયો હતો. કોન્ટ્રાક્ટરને બે ચોમાસામાં અને કોરોનામાં સ્ટોપેજ અપાયો હોવા છતાં બાંધકામ સંબંધી કલરકામ, ઇલેક્ટ્રિક સહિતની કામગીરી તેમજ લિફ્ટ મામલે બાકી કામગીરી પૂરી કરવાની ટકોર સાથે લેખિતમાં સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...