તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વર્ક ફ્રોમ હોમના કર્મીઓએ લેપટોપ લઈ વીજ કચેરીએ પહોંચી કહ્યું, અહીં બેસી કામ કરીશું

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રીષભ પટેલ,રહીશ - Divya Bhaskar
રીષભ પટેલ,રહીશ
  • કારેલીબાગ VIP રોડની 25 સોસાયટીમાં 6 કલાકમાં 23 વાર વીજ ટ્રિપિંગ
  • સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 25 હજાર નાગરિકો આકરી ગરમીમાં હેરાન-પરેશાન

કારેલીબાગના વી.આઈ.પી રોડની 25 સોસાયટીઓમાં 6 કલાક સુધી વિજળી આવ-જા કરતા આશરે 25 હજાર રહીશો ગરમીના કારણે પરેશાન થઈ ગયાં હતાં. આ સોસાયટીઓમાં રહેતા અને આઈટી ક્ષેત્રમાં કામ કરનારા 5 યુવાનો પોતાના લેપટોપ લઈને કારેલીબાગ જીઈબી સબ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા પહોચ્યાં હતાં. જ્યાં તેમને વિજળી આપો નહી તો અમે અહિયા જ કામ કરવા બેસી જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

બીજી તરફ વીઆઈપી રોડની સોસાયટીઓમાં લાગેલી સોલાર સિસ્ટમમાં પ્રોડ્યુસ થતી વિજળી સામે તેનો વપરાશ ન હોવાથી ફિડર ટ્રીપ થઈ જવાના પગલે આ સમસ્યાં સર્જાતી હોવાનું જીઈબીના કર્મચારીઓએ જણાવ્યું હતું.

વી.આઈ.પી રોડની ગીતાપાર્ક, આદિનાથ સોસાયટી, પાયલ પાર્ક, બદામી પાર્ક, પલ્લવ પાર્ક અને ભાવના પાર્ક સહિતની 25 જેટલી સોસાયટીઓમાં સોમવારે સવારે 8 વાગ્યાથી વિજળી આવ-જા કરતી હતી. જેમાં 20 થી 30 સેકન્ડ માટે વિજળી ગયા પછી પાછી આવી જતી હતી. અને 5 થી 10 મિનિટ વિજળી રહે અને પાછી 20 સેકન્ડ માટે જતી રહેતી હતી.

આ પ્રમાણે સવારે 8 વાગ્યાથી બપોરે 2:20 સુધી 23 વખત વિજળી ગઈ હતી. સવારથી જ આ સમસ્યા થી પરેશાન નાગરીકોએ કારેલીબાગ જીઈબી સબ સ્ટેશન પર ફોન કરી ફરિયાદ કરતા તેમને જીઈબીના કર્મચારીઓ દ્વારા કામ ચાલતુ હોવાના જવાબ આપવામાં આવતા હતાં.

છેલ્લા એક મહિનાથી ટ્રિપિંગની સમસ્યા થાય છે
1 મહિનાથી 20 સેકન્ડ માટે વિજળી જવાની અને પાછી આવી જવાની સમસ્યા ઉદભવી છે. જે સોમવારે વધી ગઈ હતી. જીઈબીમાં રજૂઆત કરતા યોગ્ય જવાબ નહોતા આપતા. અમે માંગણી કરી હતી કે, જો કામ ચાલતુ હોય તો સદંતર વિજળી કાપી નાખો અને કામ પુરૂ થાય પછી વિજળી આપો. > રીષભ પટેલ,રહીશ

ટ્રિપિંગથી વીજ ઉપકરણોને નુકસાન થઇ રહ્યું છે
અમારા વિસ્તારમાં વીજળીના વારંવાર ટ્રિપિંગને કારણે મોંઘા વીજ ઉપકરણોને નુકસાન થઇ રહ્યું છે. આ સમસ્યાના પગલે મારા જ ઘરમાં વાઈ-ફાઈનું રાઉટર પણ ઉડી ગયું હતું. આવુ અનેક રહીશો સાથે થયું છે. વીજ કંપની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરાઇ છે. > ક્ષિતિજ ભટ્ટ, રહીશ

સોલાર સિસ્ટમને કારણે સમસ્યા
વીઆઈપી રોડની સોસાયટીઓમાં સોલાર સિસ્ટમ લાગેલી છે. જેમાંથી પ્રોડ્યુસ થતી વિજળી ફિડરમાં આવે છે. પરંતું વિજળી જેટલી પ્રોડ્યુસ થાય છે તેટલી વપરાતી નથી. જેથી ઓવરલોડના પગલે ફિડર ટ્રીપ થઈ જાય છે. > એચ.જે.પટેલ, કાર્યપાલક ઈજનેર

અન્ય સમાચારો પણ છે...