તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાકાળની સાઇડ ઇફેક્ટ:વર્ક ફ્રોમ હોમના પગલે મહિલાઓનો સ્ટ્રેસ વધ્યો, ઘર અને કામ વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલી પડી

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વિવિધ સેક્ટરની 120 મહિલા પર હોમ સાયન્સની વિદ્યાર્થિનીએ રિસર્ચ કર્યું

કોરોનામાં વર્ક ફ્રોમ હોમના પગલે મહિલાઓએ સ્ટ્રેસમાં સમય પસાર કર્યો હતો. બાળકો અને કામની વચ્ચે સંતુલન સાધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સરકારી, ખાનગી અને કોર્પોરેટર સેક્ટરની 120 મહિલા પર મ.સ.યુનિ.ની હોમ સાયન્સની વિદ્યાર્થિનીએ કરેલા રિસર્ચમાં હકીકતો જાણવા મળી હતી.

હોમ સાયન્સના એક્સટેન્શન એન્ડ કમ્યુનિકેશનનાં પ્રો.અંજલી પહાડ, પ્રો.ડો. શિવાની મહેતાના ગાઇડન્સમાં માસ્ટર્સની વિદ્યાર્થિની દેવાંશી પંડ્યાએ કોરોનાકાળમાં નોકરિયાત મહિલાઓને પડેલી મુશ્કેલી પર રિસર્ચ હાથ ધર્યું હતું. રિસર્ચમાં 25થી 45 વર્ષની 120 મહિલાનો ડેટા એકત્રિત કરાયો હતો. નોકરિયાત મહિલામાં બેંક, શિક્ષણ, એકાઉન્ટન્સી, ગ્રાફિક, ઇન્ટિરિયર ડિઝાઇન, રિસર્ચ ફીલ્ડની મહિલાઓનો પ્રશ્નોત્તરીના માધ્યમથી સરવે કરાયો હતો.

મોટાભાગની મહિલાઓના જીવનસાથીની નોકરી છૂટી જવાથી નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વર્ક ફ્રોમ હોમની પેટર્નના પગલે નોકરિયાત વર્ગ માટે ચેલેન્જીસ વધી હતી. ઘરનું કામ,ઓફિસનું કામ અને બાળકની દેખભાળ તથા શિક્ષણના કારણે સ્ટ્રેસ વધી ગયો હતો.

કઇ સમસ્યાનો સામનો કરવો પડ્યો

  • ઘણી નોકરિયાત મહિલાઓને ખર્ચાઓ વધી જતા એકસ્ટ્રા કામ કરવું પડયું હતું.
  • બાળકો અને કામના ભારણથી ઘણી મહિલાઓનો સમય મુશ્કેલ ભર્યો રહ્યો.
  • જીવનસાથીની નોકરી છૂટી જતાં નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
  • વર્ક ફ્રોમ હોમની પેર્ટનના પગલે નોકરીયાત વર્ગ માટે ચેલેન્જિસ વધી ગઇ હતી.

પરિવાર અને પોતાના ફીલ્ડનું મહત્ત્વ સમજાયું
મેડિકલ ફીલ્ડની મહિલાઓનાં સર્વેમાં તેમને પરિવારથી દૂર રહેવાના કારણે પરિવારનું મહત્ત્વ સમજાયું હતું. જ્યારે પોલીસ વિભાગમાં કામ કરતી મહિલાઓને જનતાને સમજાવવાનું કામ મુશ્કેલભર્યું લાગ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...