તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:મહિલા તલાટી આપઘાત કેસ : કરજણના રાજકીય અગ્રણીને 7 વર્ષની કેદ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરજણ તા.પં.ના પૂર્વ કારોબારી ચેરમેને શારીરિક શોષણ કરતાં મહિલા તલાટીએ આપઘાત કર્યો હતો
 • 50 હજાર વળતર ચૂકવવા આરોપી પંકજ પટેલને આદેશ

મહિલા તલાટી મંત્રીને લગ્નની લાલચ આપ્યા બાદ લગ્ન ન કરી તેને મરવા માટે મજબૂર કરવાના બનાવમાં સંડોવાયેલા કરજણ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેનને અદાલતે કસૂરદાર ઠેરવી 7 વર્ષની સાદી કેદની સજા તેમજ રૂા.5 હજારનો દંડ ફટકાર્યો હતો. ન્યાયાધીશે આ કેસમાં ભોગ બનનાર મૃતક તલાટી મંત્રીના પિતાને વળતર પેટે રૂા.50 હજાર ચૂકવવાનો અને વળતર ન ચૂકવવામાં આવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો આદેશ કર્યો હતો.

કરજણ ખાતે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતી અંજના રાઠવાએ વર્ષ 2018માં વડોદરા સ્થિત મકાનમાં ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતાં પહેલાં તેમણે માથે મુંડન કરાવી લીધું અને તેણે સ્યૂસાઇડ નોટ પણ લખી હતી. પોલીસે આ બનાવ અંગે કરજણ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પંકજ પટેલ (રહે. સાપા, તા.કરજણ) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, પંકજ પટેલ પરિણીત હોવા છતાં તેણે અપરિણીત હોવાનું જણાવી અંજના સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. પંકજ પરિણીત હોવાની જાણ થતાં તેણે સંબંધ તોડી નાખ્યો હતો, પરંતુ તેમ છતાં પંકજે તે છૂટાછેડા લઇ લેશે તેમ જણાવી સંબંધ ચાલુ રાખ્યો હતો.

ત્યારબાદ તેણે જણાવ્યું હતું કે, તે પત્નીને છોડી શકે તેમ નથી અને તારે જે કરવું હોય તે કર. આમ, પંકજ પટેલે દગો દેતાં અંજનાએ આત્મહત્યા કરી લીધી હતી. તેણે આત્મહત્યા કરતાં પહેલાં ફોન પર વાતચીત પણ ચાલુ રાખી હતી. આ ચકચારી કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ભાવિક પુરોહિત હાજર રહ્યં હતા. ન્યાયાધીશ દ્વારા આરોપી પંકજ પટેલને 7 વર્ષની સાદી કેદની સજાનો આદેશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો