ભાજપનો નવો નુસખો:મહિલાઓ પાસે વડાપ્રધાનને પત્ર લખાવાય છે, મહિલા મોરચા દ્વારા મહિલા મતદારોનો સંપર્ક શરૂ કરાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલાઓ પાસેથી એકઠા કરાયેલા પત્રો કમલમમાં પહોંચાડાશે

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા પ્રચારનો નવો નુસખો અપનાવાયો છે. પ્રથમ વખત મહિલા મોરચાની બહેનોને રોડ ઉપર ઉતારાઈ છે અને મતદાર બહેનો પાસેથી વડાપ્રધાન મોદીને પત્ર લખાવવામાં આવી રહ્યો છે. મહિલાઓનાં સૂચનો અને જે કામ બાકી રહ્યાં હોય તે અંગેની વિગતો તેમજ કેન્દ્ર સરકારે કરેલાં કામો અંગે પણ જો કોઈ આભાર વ્યક્ત કરવો હોય તો તે પણ આ પત્રમાં લખાવવામાં આવી રહ્યો છે.

વડોદરા મહિલા મોરચાનાં પ્રમુખ કલ્પનાબેન પટેલે જણાવ્યું હતું કે, 10 તારીખથી મહિલા મોરચાની બહેનો અને કોર્પોરેટરો સંયુક્ત પણે મતદાર બહેનો પાસે જાય છે અને તેમના સૂચન હોય તો તેમને લખી આપવા જણાવીએ છીએ. દરેક બહેનો સ્વચ્છાએથી અભિપ્રાય આપવો હોય તે આપે છે. દરેક વોર્ડમાં આ કામગીરી કરાઈ છે. એકત્ર થયેલા પત્રો 14 તારીખે કમલમમાં ગાંધીનગર ખાતે પહોંચાડાશે. મોટાભાગે મહિલાઓ વડાપ્રધાનની કામગીરીને બિરદાવતા અને તેમનો આભાર માનતાં લખાણો પત્રમાં લખતી હોય છે.

વોર્ડ બેઠકમાં મહિલાઓ પાસે બોલાવાય છે, આ ગુજરાતને મેં બનાવ્યું છે
ચૂંટણીમાં ભાજપ દ્વારા મહિલા મતદારો તરફ મદાર રખાઈ રહ્યો હોય તેમ જણાય છે. મહિલા મોરચાની બહેનોને વોર્ડ દીઠ વારંવાર બેઠક કરવાની જવાબદારી સોંપાઈ છે. બેઠકમાં હાજર રહેનાર બહેનોને ગુજરાતના વિકાસમાં તેઓ પણ સહયોગ આપી રહ્યા છે તે અનુભૂતિ કરાવવા આ ગુજરાત મેં બનાવ્યું છે તેવું સ્લોગન બોલાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...