રોષ:તરસાલીમાં કોર્પોરેટર સામે મહિલાનો આક્રોશ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની ટીમે સ્મશાન નજીક દબાણો દૂર કર્યાં
  • અમે કલાકમાં​​​​​​​ સામાન કેવી રીતે હટાવીએ

શહેરના તરસાલી સ્મશાન નજીક સવારે પાલિકાની ટીમે દબાણો દૂર કર્યાં હતાં. આ સમયે ત્યાં સ્થાનિક કોર્પોરેટર અલ્પેશ લીંબચિયા આવી પહોંચતાં સ્થાનિક મહિલાએ તેમની સામે બળાપો ઠાલવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાએ કહ્યું હતું કે, એક કલાકમાં સામાન કેવી રીતે હટાવીએ. એવું હોય તો ગરીબોને મારી નાખો.

મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે શુક્રવારે ખંડેરાવ માર્કેટ અને સાયકલ બજારના દબાણોનો સફાયો બોલાવ્યો હતો. દબાણ શાખાની ટીમ સવારે તરસાલી સ્મશાન પાસે પહોંચી હતી અને ત્યાં રસ્તાની બાજુમાં આવેલા દબાણોને દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

આ સમયે સ્મશાન બાજુમાં વુડાના મકાનની બહાર ખાણીપીણીના ઝુંપડા ધારકોને એક કલાકમાં હટાવવાનું કહેતા સ્થાનિક લોકોએ નારાજગી દર્શાવી હતી. આ સમયે ત્યાં પાલિકામાં પક્ષના નેતા અને વોર્ડ નંબર 19 ના કાઉન્સિલર અલ્પેશ લીંબચીયા ત્યાં આવી પહોંચ્યા હતા.

દબાણ હટાવવાથી નારાજ થયેલી મહિલાએ અલ્પેશ લીંબચીયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા મકાન તોડી અહીંયા વુડાના આવાસમાં મકાનો આપ્યા, મકાનમાં બારેમાસ પાણી પડે છે, પીવાનું પાણી પણ નાણા ખર્ચી લાવવું પડે છે. અમે ઘર ચલાવવા માટે બહાર ધંધો કરીએ છીએ તો આ લોકો આવીને એક જ કલાકમાં બધો સામાન હટાવી લેવાનું કહે છે, સામાન ક્યાં મૂકીએ, હટાવવા માટે બે દિવસનો સમય તો મળવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...