તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનમાં ચોરી:સૌરાષ્ટ્ર મેલમાં મુંબઇથી થાનગઢ જવા નીકળેલી મહિલાનું 2.97 લાખની મત્તા ભરેલુ પર્સ ચોરીને ગઠિયો ફરાર, CCTVની મદદથી તપાસ શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર મેલ ટ્રેન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
સૌરાષ્ટ્ર મેલ ટ્રેન(ફાઇલ તસવીર)
  • ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મહિલા રાત્રે સીટ પાસે પર્સ ભરાવીને સુઈ ગયા હતા
  • વડોદરા રેલવે સ્ટેશન પર જાગી ગયેલી મહિલાને પર્સ જોવા ન મળતા પોલીસ ફરિયાદ કરી
  • રાત્રિના સમયે ટ્રેનોમાં ચોરીઓના બનાવો વધતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા

રાત્રિના સમયમાં ટ્રેનોમાં નિંદ્રાધિન પરિવારોનો સામાન ચોરી થવાના બનાવો અવારનવાર બનતા રહે છે, ત્યારે સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા નિંદ્રાધિન પરિવારની મહિલાનું 2.97 લાખ રૂપિયા ઉપરાંતની મત્તા ભરેલું લેડીઝ પર્સ અજાણ્યો ગઠિયો ચોરીને નાસી છુટ્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ વડોદરા રેલવે પોલીસ મથકે નોંધાઇ છે. રેલવે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સીટ પાસે પર્સ લટકાવી સુઇ ગયા
સુરેન્દ્રનગરના ફૂલવાડી થાનગઢના રહેવાસી શબનમબેન કલાડિયા પરિવાર સાથે 10 ઓગસ્ટના રોજ વતન જવા માટે મુંબઇ સેન્ટ્રલથી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં નીકળ્યા હતા. ટ્રેનમાં રિઝર્વેશન કરીને વતન જવા નીકળેલા પરિવાર પોતાનો સામાન વ્યવસ્થિત મૂકીને રાત્રે સૂઇ ગયા હતા. જ્યારે શબનમબહેન કલાડિયા પોતાની સીટ પાસે પર્સ લટકાવી સુઇ ગયા હતા.

વડોદરા રેલવે સ્ટેશન પર જાગતા પર્સ ન મળ્યું
દરમિયાન મોડી રાત્રે નિંદ્રાધિન શબનમબહેન કલાડિયાએ બારી પાસે લટકાવેલું પર્સ કોઇ સ્ટેશન ઉપર ગઠિયો ચોરી કરીને ભાગી છુટ્યો હતો. મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન ઉપર ઊંઘમાંથી જાગેલા શબનમબહેને પોતાનું લટકાવેલું પર્સ ન જોતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન તેમને વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેઓએ પર્સમાં રૂપિયા 1.92 લાખની કિંમતનો ચાર તોલાનો સોનાનો સેટ, 15 હજારની કિંમતની સોનાની બુટ્ટી, 90 હજારની કિંમતની સોનાની 5 નંગ વીંટી સહિત અન્ય ઇમિટેશન જ્વેલરી હોવાનું જણાવ્યું છે.

મહિલાએ ફરિયાદ કરતા CCTVની મદદથી તપાસ શરૂ
રેલવે પોલીસે મહિલાની ફરિયાદના આધારે પર્સ ચોરી જનાર અજાણ્યા ગઠિયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા માટે મુંબઇથી વડોદરા રેલવે સ્ટેશન ઉપરના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી છે. નોંધનીય છે કે, રેલવે સ્ટેશનો પર આવતી મોડી રાતની ટ્રેનોમાં નિંદ્રાધિન પરિવારના સામાનની ચોરીના બનાવો અવાર-નવાર બનતા હોય છે, ત્યારે વધુ એક બનાવ બનતા પોલીસ તંત્રની રેલવે પ્લેટફોર્મ ઉપર રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...