તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના કાળ હવે ધીરેધીરે અંત તરફ વધી રહ્યો છે. તેવા સમયે કોરોના પોઝિટીવ અને કોરોના પોઝિટીવ આવ્યા બાદ દર્દીઓ સારવાર માટે ટેલિમેડિસીન એટલે કે ઓડિયો-વિડિયો કોલનો સહારો લઇ રહ્યા છે. તેવા સમયે કોરોના કાળમાં ભગવાન જેવી નામના મેળવનાર ડોક્ટરને ઓનલાઇન માફિયાઓનો કડવો અનુભવ થયો હતો. અજાણ્યા નંબર પરથી યુવતી વિડિયો કોલ કરતા ડોક્ટરે ફોન ઉપાડ્યો હતો. સ્ક્રિન પર ધૂધળું ચિત્ર સ્પષ્ટ થયું તો સામે એક નગ્ન યુવતી દેખાતા તુરંત જ ડોક્ટરે ફોન કાપી નાંખે છે. ત્યાર બાદ બદનામ કરવાની ધમકી આપતો અને ડોક્ટરને રૂ. 10 હજાર જમા કરાવવા માટેનો મેસેજ આવે છે.
ડોક્ટર કોરોના પોઝિટિવ અને રિકવર દર્દીને કન્સલ્ટેશન કરે છે
ડોક્ટરને થયેલા અનુભવ અંગે માહિતી આપતા શહેરના જાણીતા સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, ડો. સંજય (નામ બદલ્યું છે) અમદાવાદની જાણીતી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેઓએ કોરોના કાળમાં દર્દીઓની ખડેપગે સેવા કરી હતી. અને હાલ પણ તેઓ કોરોના પોઝિટીવ તથા કોરોના પોઝિટીવ થયા બાદ રિકવર થયેલા દર્દીઓની સારવારમાં મદદરૂપ થવા માટે વિડિયો કોલ મારફતે કન્સલ્ટેશન આપતા હોય છે. ડો. સંજય છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારને દર્દીઓને ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે. જો કે ત્રણ દિવસ પહેલા કંઇક અજુગતી ઘટના બની હતી.
ઈન્ટરનેટની કનેક્ટિવિટી ઓછી હોવાનું માન ફોન ચાલુ રાખ્યો
ત્રણ દિવસ પહેલા એક અજાણ્યા નંબર પરથી ડો. સંજયને વિડિયો કોલ આવ્યો હતો. ડોક્ટરને જેમ અન્ય દર્દીઓના કોલ આવતા હોય છે. તેમ સમજીને તેઓએ કોલ ઉપાડ્યો હતો. કોલ રિસિવ કરતાં જ સ્ક્રિન પર પહેલા ઘૂંઘળું દેખાતું હતું. ડોક્ટરે ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી હોવાનું માની લઇ વિડિયો કોલ ચાલુ રાખ્યો હતો. અને સ્ક્રીન સ્પષ્ટ થાય તેની રાહ જોઇ હતી. દરમિયાન સ્ક્રિન સ્પષ્ટ થતાં સામે છેડે કોઇ યુવતી નગ્ન હાલતમાં જોવા મળી હતી. અચાનક વિડિયો કોલમાં યુવતી નગ્ન હાલતમાં દેખાતા ડોક્ટર અચંબામાં મુકાયા હતા અને તુરંત ફોન કટ કરી નાંખ્યો હતો.
રોંગ નંબર માનીને એ વાતને ભૂલી ગયા
નગ્ન યુવતીના વિડિયો કોલ આવ્યાનો પહેલી વખત અનુભવ થયો હોવાને કારણે ડોક્ટર રોંગ નંબર હોઇ શકે તેમ માનીને પોતાની કામગીરીમાં જોડાયા હતા. જો કે, ત્યાર બાદ ડોક્ટર સંજયના મોબાઇલ પર રૂ. 10 હજાર જમા કરાવવાનો મેસેજ આવ્યો હતો. જો એમ નહિ કરે તો ડોક્ટરને બદનામ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. મેસેજ વાંચતા જ ડોક્ટર ડઘાઇ ગયો હતો. આવા સંજોગોમાં સામાન્ય વ્યક્તિ નાસીપાસ થઇ જતા હોય છે. પરંતુ ડોક્ટરે ખુબ જ સાવચેતી પુર્વક કામ કરવાનું નક્કી કર્યું હતું અને તુરંત સાયબર એક્સપર્ટનો સંપર્ક કરીને હવે શું કરવું તેનો રસ્તો કાઢવા મથામણ શરૂ કરી હતી.
ડોક્ટરે વડોદરા સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી
ત્રણ દિવસ પહેલા ડોક્ટર સંજય, સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર રાત્રે વડોદરા સાયબર ક્રાઇમની ઓફિસે પહોંચ્યા હતા. સાયબર ક્રાઇમની ઓફિસે પહોંચીને સમગ્ર મામલે લેખિતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમના અધિકારીઓએ મામલાની ગંભીરતાને જોઇને ગુનેગારો સામે તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.