તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂંટ:​​​​​​​વડોદરાના સમા-સાવલી રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલા લૂંટાઈ, સોનાની ચેઈન અને કાનની બુટ્ટી ખેંચી બે લૂંટારૂ બાઈક પર ફરાર

​​​​​​​વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાઈક પર આવેલા લૂંટારૂ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
બાઈક પર આવેલા લૂંટારૂ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.(ફાઈલ તસવીર)
  • મહિલા સાથે ઝપાઝપી કરીને સોનાના દાગીનાની લૂંટ ચલાવાઈ

શહેરના સમા-સાવલી રોડ ઉપર વહેલી સવારે મોર્નિંગ વોકમા નીકળેલી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન અને કાનની બુટ્ટી ખેંચી બાઇક ઉપર ધસી આવેલા બે લૂંટારુ ફરાર થઇ ગયા હતા. તાલુકા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા વ્યક્તિઓ સામે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વહેલી સવારે લૂંટ ચલાવાઈ
તાલુકા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે સમા-સાવલી રોડ ઉપર વેમાલી ગામમા આવેલ D-203 રત્નામ એલીગન્સમા મમતાબેન સંતોષભાઈ ઓઝા (ઉ. 40) પરિવાર સાથે રહે છે અને વેપાર કરે છે. તેઓ રોજ સવારે પોતાના વિસ્તારમાં મોર્નિંગ વોકમાં નીકળે છે. મમતાબેન ઓઝા રાબેતા મુજબ વહેલી સવારે છ વાગ્યાના સુમારે પોતાના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા.

ઝપાઝપી કરી હતી
મોટરસાયકલ સવાર બે યુવાનો તેમની પાસે ધસી આવ્યા હતા. તેઓ સાથે ઝપાઝપી કરીને તેમના ગળામાંથી સોનાની ચેઈન અને કાનની બુટ્ટીઓની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતાં. મમતાબેને, લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂઓને ઝડપી પાડવા માટે બુમરાણ મચાવી હતી. પરંતુ વહેલી સવારે કોઈ ન હોવાને કારણે લૂંટારાઓ ફરાર થવામાં સફળ રહ્યા હતાં.

પોલીસે તપાસ હાથ ધરી
લૂંટારુંઓનો ભોગ બનેલા મમતાબેન ઓઝાએ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા બાઇક સવાર બે લૂંટારૂઓ સામે રૂપિયા 45 હજારની કિંમતના 10 ગ્રામના સોનાના દાગીનાની લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મમતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, લુંટારુ આશરે 35 થી 40 વર્ષની ઉંમરના હતા. પોલીસે લૂંટનો ભોગ બનેલા મમતાબેન ની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો