તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મહિલાના ધક્કાથી બીજી મહિલા બાળક સાથે દાદર પરથી પટકાઇ, બાળકને ઇજા પહોંચી : બંનેની સામ સામે ફરિયાદ

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામ્બુવા વુડાના મકાનમાં રહેતી બે મહિલા બાખડી

જામ્બુવા વુડાના મકાનમાં રહેતી બે મહિલાઓએ જુના ઝઘડાની અદાવતમાં એક બીજા પર મારમારવાનો આક્ષેપ લગાવીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં એક મહિલાએ બીજી મહિલાને ધક્કો મારતા તે પોતાના બાળક સાથે દાદરા પરથી નીચે પટકાતા બાળકને ઈજા પહોંચી હતી. જામ્બુવા વુડાના મકાનમાં રહેતી કહેકશાબાનુ અંસારી (ઉ.વ.28)ના આક્ષેપ મુજબ 31 ઓગષ્ટના રોજ રાતે સાડા નવ વાગે તે પોતાના ઘરેથી બીજા માળે પોતાના દિકરાને લઈને નીચે ઉતરતી હતી.

દરમિયાન તેમની સામેના મકાનમાં રહેતા સાયરાબાનુ શેખે જુના ઝઘડાની અદાવત રાખીને કહેકશાબાનુ સાથે ઝઘડો કરીને તેને ધક્કો મારતા મહિલા પોતાના પુત્રસાથે દાદર પર થી નીચે પડતા તેના દિકરાને કપાળની ડાબી બાજુએ તેમજ હોઠના ભાગે ઈજા પહોચતા તેને તાત્કાલીક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં કહેકશાબાનુ અંસારીએ સાયરાબાનુ શેખ વિરૂધ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. બીજી તરફ સાયરાબાનુ શેખનો આક્ષેપ છે કે, 31 ઓગષ્ટના રાતે સાડા નવ વાગે તેઓ પોતાના મકાનની બહાર ગેલેરીમાં દરવાજા પાસે બેઠા હતાં.

ત્યારે તેમના મકાનની સામે રહેતા સાહેબે આલમ અને તેમની પત્નિ કહેકશા જુના ઝઘડાની અદાવત રાખીને બોલાચાલી કરીને ગંદી ગાળો આપી હતી. જેથી સાયરાબાનુએ શાંત રહેવાનું અને ગાળો ન બોલવાનું જણાવતા બંનેએ સાયરાબાનુને મારમાર્યો હતો. જેથી આ ઘટના બાદ સાયરાબાનુએ સાહેબે આલમ અને કહેકશાબાનુ વિરૂધ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.મકરપુરા પોલીસે બંને મહિલાઓની સામસામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...