તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Woman Professor Was Harassed By Her In laws For Quitting Her Job, Yet She Said: 'I Want To Live With My Husband', Complaint Against In laws Including NRI Husband In Vadodara,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોકરી છોડાવવા ત્રાસ:વડોદરામાં પ્રોફેસર મહિલાની નોકરી છોડાવવા સાસરીયાએ ત્રાસ ગુજાર્યો, છતાં કહ્યું: 'હું મારા પતિ સાથે જિંદગી જીવવા ઇચ્છુ છું', NRI પતિ સહિત સાસરીયા સામે ફરિયાદ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્ન પહેલા નોકરી કરવાની હા પાડ્યા લગ્ન બાદ નોકરી છોડાવવા માટે સાસરીયા ત્રા આપતા હતા
  • અમેરિકાથી વડોદરા આવેલા પતિ સામે કાર્યવાહી કરવા પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી પ્રોફેસર યુવતી સાથે લગ્ન કર્યા બાદ એન.આર.આઈ પતિ સહિત સાસુ-સસરા અને નણંદે યુવતી પર શારીરીક માનસીક ત્રાસ ગુજાર્યાની યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પતિ સહિતના સાસરીયાએ લગ્ન બાદ પ્રોફેસરની નોકરી છોડાવવા માટે ત્રાસ ગુજાર્યો હતો. યુવતીએ પોલીસ સમક્ષ હું મારા પતિ સાથે જિંદગી જીવવા ઇચ્છુ છું, તેમ જણાવી તેનો પતિ હાલ અમેરિકાથી આવ્યો છે, તે પરત જતો રહે તે પહેલા કાર્યવાહી કરવા માંગણી કરી છે.

આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતી અને પી.એચ.ડી. થયેલી વૈશાલી (નામ બદલ્યું છે) નામની પ્રોફેસર યુવતીનું 2014માં વારાણસીમાં રહેતા અને અમેરિકાની જાણીતી ખાનગી કંપનીમાં નોકરી કરતાં રાઘવેન્દ્ર રાજેન્દ્ર મિશ્રા સાથે વારાણસીમાં થયું હતું.

વૈશાલીનુ લગ્ન જીવન સુખમય પસાર થાય તે માટે લગ્નમાં પિતાએ 3 લાખ રૂપિયા રોકડા, કાર તેમજ સોના-ચાંદીના દાગીના આપ્યા હતા. લગ્ન સમયે વૈશાલી પી.એચ.ડી. કરતી હતી. જેથી પિતાએ જમાઇ રાઘવેન્દ્ર અને તેના માતા-પિતાને દીકરી લગ્ન પછી નોકરી કરશે, તેમ જણાવ્યુ હતું જેથી પતિ સાસરીયાએ નોકરી બાબતે સંમતિ આપી હતી, પરંતુ, લગ્ન બાદ પતિ અને તેના માતા-પિતાએ નોકરી ન કરવા માટે દબાણ શરૂ કર્યું હતું અને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતી.યુવતીએ નોકરી છોડવાનો ઇન્કાર કરતા સાસુ-સસરાએ ઘરમાંથી કાઢી મૂકી હતી,

ત્યાર બાદ તે વડોદરા આવી ગઇ હતી અને અહી પ્રોફેસરની નોકરી શરુ કરી હતી. તેને પતિ સાથે જીવન જીવવું છે પણ તેનો પતિ કયારે ભારત આવે છે તેની જાણ સુદ્ધા તેને કરાતી નથી.યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તે પીએચડી કરતી હતી અને હોસ્ટેલમાં રહેતી હતી પણ સાસુ સસરાએ તેને મળતા સ્ટાઇપેન્ડનો હિસાબ માંગ્યો હતો.

તેના પિતા તેને લેવા આવ્યા ત્યારે તેમને અને યુવતીને ઘરમાં ઘુસવા દેવાઇ ન હતી અને સાંજના 7 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી બંને ઘરની બહાર ઉભા રહેવું પડયું હતું અને ત્યાર બાદ તેમને હોટલમાં રોકાવું પડયું હતું. પતિની વર્તણુંકથી લાગે છે કે તે યુવતી સાથે રહેવા માંગતો નથી. ડોલરમાં કમાતો હોવા છતાં પતિએ યુવતીને એક પૈસા આપ્યો ન હતો.

મહિલાનો પતિ અમેરિકાની કંપનીમાં નોકરી કરે છે
પી.એચ.ડી. થયેલી રૂપાલી(નામ બદલ્યું છે) વડોદરાના સમા-સાવલી રોડ ઉપર માતા-પિતા સાથે રહે છે અને વડોદરાની યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે નોકરી કરે છે. વર્ષ-2014માં તેનું લગ્ન યુ.પી.ના વારાણસીમાં રહેતા અને તે સમયે અમેરિકામાં ઇન્ફોસીસ નામની ક્લાઇટ કંપનીમાં નોકરી કરતા રાઘવેન્દ્ર રાજેન્દ્ર મિશ્રા સાથે વારાણસીમાં થયું હતું.

લગ્ન બાદ સાસરીયાએ નોકરી ન કરવા દબાણ આપવાનું શરૂ કર્યું
રૂપાલીનુ લગ્ન જીવન સુખમય પસાર થાય તે માટે લગ્નમાં પિતાએ 3 લાખ રૂપિયા રોકડા, કાર તેમજ સોના-ચાંદીના દાગીના આપ્યા હતા. લગ્ન સમયે રૂપાલી પી.એચ.ડી. કરતી હતી. જેથી પિતાએ જમાઇ રાઘવેન્દ્ર અને તેના માતા-પિતાને જણાવ્યું હતું કે, દીકરી લગ્ન પછી નોકરી કરશે, ત્યારે તેઓએ રૂપાલીની નોકરી બાબતે સંમતિ આપી હતી, પરંતુ, લગ્ન બાદ પતિ અને તેના માતા-પિતાએ નોકરી ન કરવા માટે દબાણ શરૂ કર્યું હતું અને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

નોકરી છોડવા માટે ઇન્કાર કરતા સાસુ-સસરાએ પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી
ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, મે નોકરી છોડવા માટે ઇન્કાર કરતા સાસુ-સસરાએ ઘરમાંથી કાઢી મૂકી હતી, ત્યાર બાદ હું વડોદરામાં રહું છું અને વડોદરાની યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે નોકરી કરું છું. આજે પણ રાઘવેન્દ્ર સાથે જીવન ગુજારવા તૈયાર છું. હાલ તે અમેરિકાથી આવ્યો છે, તે પરત જતો રહે તે પહેલા કાર્યવાહી કરવા માંગણી કરી છે.

પરિણીતાએ પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી
રૂપાલીએ 36, 38, E,157, કબીરનગર, દુર્ગા કુડ, વારાણસીમાં રહેતા અને અમેરિકામાં નોકરી કરતા પતિ રાઘવેન્દ્ર, સાસુ રાગીણીબેન, સસરા રાજેન્દ્રભાઇ અને નણંદ પ્રિતી મિશ્રા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો