તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:વડોદરામાં મહિલાએ વ્યાજ કરતા બમણી રકમ ચૂકવી, ડિપોઝિટ પેટે આપેલો કોરો ચેક પરત માંગ્યો તો લેણદારે મારી નાખવાની ધમકી આપી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • અકોટા ચાર રસ્તા પાસે આવેલી શ્રી સાંઈ જવેલર્સની સંચાલિકાએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

વડોદરામાં વ્યાજખોરોના ત્રાસની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શ્રી સાંઈ જવેલર્સની સંચાલિકાએ વ્યાજ કરતા બમણી રકમ ચૂકવ્યા બાદ ડિપોઝિટ પેટે આપેલો કોરો ચેકો પરત માંગ્યો તો લેણદારે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે ફરિયાદી મહિલાએ ગોત્રી પોલીસ મથકે લેણદાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

ટુકડે ટુકડે 10 લાખ રોકડા દીધા હતા
આ મુદ્દે શ્રી સાંઈ જવેલર્સની સંચાલિકા રીનાબેન સોનિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ ધંધા પેટે નાણાંની જરૂરિયાત ઉદ્ભવતા તેમણે ગ્રાહક સમીમબેન પટેલ ( રહે -સરફરાજ પાર્ક, તાંદલજા, વડોદરા) પાસેથી ઉછીના 3.66 લાખ લીધા હતા અને પ્રતિમાસ સગવડ પ્રમાણે પૈસા ચૂકવ્યા હતા. ત્યારબાદ ફરી દુકાનના ફર્નીચર માટે નાણાંની જરૂરિયાત ઉદ્ભવતા ટુકડે ટુકડે 10 લાખ રોકડા દીધા હતા. તે સમયે સમીમ બેન અને તેમના પતિએ નોટરી કરાવી સિક્યુરીટી પેટે સહીવાળા બેંકના કોરા ચેકો લીધા હતા.

વરઘોડો કાઢી જાનથી મારી નાખીશ
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી લીધેલી રકમ કરતાં વધુ રકમ પ્રતિમાસ સગવડ પ્રમાણે ચૂકવી છે. તેમ છતાં કોરા ચેક પરત આપવા માટે ખોટા બહાના બતાવ્યા હતા. કોરોના કાળ દરમિયાન સમીમબેનના નિધન બાદ તેમના પતિ સઇદ અહેમદ પટેલ નાણાં ચૂકવી દીધા હોવા છતાં અવારનવાર જ્વેલર્સ પર ઘસી આવી વધુ પૈસાની ઉઘરાણી કરી અપશબ્દો બોલે છે. અને ધમકી આપી હતી કે પૈસા નહીં આપો તો માર મારી જાહેરમાં વરઘોડો કાઢી જાનથી મારી નાખીશ એવી ધમકી આપી છે. આ ફરિયાદના આધારે પોલીસે મહિલા ગ્રાહક ના પતિ વિરુદ્ધ ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...