તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટસ્ફોટ:મહિલા LRDને 2 શખ્સો વર્ષથી પજવતા હોવાથી આપઘાત કર્યો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આત્મહત્યા કેસમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો
  • યુવતીના નામે સેવ નંબર પરથી અપશબ્દો-આઇલવયુના મેસેજ આવતા

શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલા એલઆરડીએ ત્રણ દિવસ પહેલા પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દેવાના બનાવમાં વાડી પોલીસે મહિલા એલઆરડીનો મોબાઇલ ફોન ચકાસતા ઘટસ્ફોટ થયો હતો કે દિવ્યાંશી અને પુનમ નામથી સેવ થયેલા 2 ફોન નંબર ધારકોએ મહિલા એલઆરડીને છેલ્લા 1 વર્ષથી ધમકાવી માનસિક ત્રાસ આપ્યો હતો. બંને ફોન ધારક વ્યક્તિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપ્યાની ફરિયાદ પરિવારે નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

ડભોઇ રોડ પર રહેતી મહિલા એલઆરડી જવાને, બુધવારે રાત્રે નોકરીએથી તે ઘરે આપઘાત કર્યો હતો. વાડી પોલીસે જણાવ્યું હતું કે મહિલા એલઆરડીનો ફોન ચકાસવામાં આવતાં દિવ્યાંશી અને પુનમના નામથી સેવ કરાયેલા બે નંબરો ધરાવતી વ્યકતીઓએ છેલ્લા 1 વર્ષથી મહિલા એલઆરડી જવાનને અવાર નવાર ફોન કરી તેને ધમકાવી હતી અને ઘેર આવીને માર મારવાની પણ ધમકી આપી હોવાનું જણાઇ આવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે મહિલા એલઆરડીને બંને વ્યક્તિઓએ ફોન દ્વારા સતત માનસિક ત્રાસ આપ્યો હતો. તમજ સોશિયલ મિડીયામાં આઇ લવ યુ તથા અપશબ્દો લખીને મેસેજ પણ કર્યા હતા. આ બંને શખ્સોએ સતત માનસિક ત્રાસ ગુજારતા મહિલા એલઆરડીએ મજબુર બનીને ઘેર ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

આપઘાત કર્યો તે દિવસે પણ ફોન આવ્યા હતા
પોલીસે જણાવ્યું હતું કે ગત 25 ઓગષ્ટે પણ આ બંને ફોન નંબર ધારકોએ મહિલા પોલીસ કર્મીને ફોન કરી માનસિક ત્રાસ ગુજારેલો હોવાનું તપાસમાં જણાઇ આવ્યું છે. આ બંને વ્યક્તિઓ કોણ છે તેની તપાસ કરવા પોલીસે બંને ફોન નંબર ધારક કોણ છે અને તેનો ઉપયોગ કોણ કરતું હતું તેની વિગતો પોલીસે મંગાવી છે. ફોન નંબર ધારકોની માહિતી મળ્યા બાદ આ બનાવમાં કોણ સંડોવાયેલું છે તે જાણી શકાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...