તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંકટ મોચક:વડોદરામાં 4 દિવસની નવજાત બાળકીનું અપહરણ કરીને મહિલા રીક્ષામાં ભાગી, એક્ટિવા ચાલકે ફિલ્મી ઢબે પીછો કરીને મહિલાને પકડીને બાળકીને છોડાવી

વડોદરા8 મહિનો પહેલા
નવજાત બાળકીનું અપહરણ કરનાર મહિલા - Divya Bhaskar
નવજાત બાળકીનું અપહરણ કરનાર મહિલા
  • પાણીગેટ પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

અનાજ અને કપડા સહિતની મદદ કરવાના બહાને ચાર દિવસની બાળકીનું અપહરણ કરીને રીક્ષામાં ભાગી રહેલી મહિલાને એક્ટિવા ચાલકે ઝડપી પાડીને પોલીસના હવાલે કરી હતી. અજાણી મહિલા નવજાત બાળકીને લઇને રીક્ષામાં ભાગતા જ માતાએ બુમરાણ મચાવતા એક્ટિવા લઇને પસાર થઇ રહેલી વ્યક્તિ સંકટ મોચક બનીને દોડી આવ્યો હતો અને રીક્ષાનો ફિલ્મીઢબે પીછો કરીને રીક્ષામાં ભાગી રહેલી મહિલાને ઝડપી પાડી હતી.

મહિલાએ 4 દિવસ પહેલા બાળકીને જન્મ આપ્યો હતો
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વડોદરા શહેરના ડભોઇ રોડ સોમા તળાવ પાસે કૈલાસબહેન રાજપૂત(નામ બદલ્યું છે) પતિ તથા માતા શોભનાબહેન(નામ બદલ્યું છે) સાથે રહે છે. સાસુ અને સસરા કિશનવાડીમાં અલગ રહે છે. કૈલાસબહેનનો પતિ ઇલેકટ્રીકનું કામ કરે છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિગત એવી છે કે, કૈલાસબહેનને 20-11-020ના રોજ પ્રસુતિનો દુઃખાવો શરૂ થયો હતો. પતિએ ફોન કરીને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. કૈલાસબહેન અને તેમની માતા શોભનાબહેન સયાજી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં તબીબોએ હાલત જોઇને કલ્પનાબહેનને દાખલ કર્યાં હતા. 22-11-020ના રોજ સવારે 6 વાગે કૈલાસબહેનને નોર્મલ ડિલિવરી થઇ હતી અને તેઓએ બાળકીને જન્મ આપ્યો હતો.

હોસ્પિટલમાંથી રજા આપતા રીક્ષામાં ઘરે જવા નીકળ્યા
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, કૈલાસબહેનને હોસ્પિટલમાંથી 24-11-020ના રોજ સાંજે 4 વાગે રજા આપવામાં આવી હતી. કૈલાસબહેન અને તેમના માતા શોભનાબહેન હોસ્પિટલની બહાર બાકડા ઉપર નવજાત બાળકીને લઇને બેઠા હતા. કૈલાસબહેનના પતિ સચિનભાઇ(નામ બદલ્યું છે) કિશનવાડીમાં રહેતા માતા-પિતાના ઘરે પોતાના ઘરની ચાવી લેવા માટે ગયા હતા. પતિ ચાવી લઇને પરત આવ્યા બાદ ઘરે જવા માટે રીક્ષા ભાડે કરી હતી.

મહિલા પોલીસ કર્મી સાથે આરોપી મહિલા
મહિલા પોલીસ કર્મી સાથે આરોપી મહિલા

અજાણી મહિલાએ આવીને કહ્યું મારે પણ કપુરાઇ જવાનું છે
દરમિયાન એક અજાણી મહિલા કૈલાસબહેન પાસે આવી પહોંચી હતી અને તેઓએ જણાવેલ કે, મારે પણ કપુરાઇ જવાનું છે, પરંતુ, મહિલાના પતિએ રીક્ષા ચાલકને જણાવ્યું કે, પત્ની કૈલાસબહેનને પેટમાં દુઃખાવો થતો હોવાથી અમને પહેલા અમારા ઘરે છોડી દેજો, ત્યાર બાદ આ મહિલાને કપુરાઇ છોડી દેજો. રીક્ષા ચાલક કૈલાસબહેન તેમજ તેમના પતિ અને માતાને ડભોઇ રોડ તેમના ઘરે છોડીને અજાણી મહિલા મુસાફરને કપુરાઇ છોડવા માટે ગયો હતો.

અજાણી મહિલા મદદ કરવા માટે જબરજસ્તી કરવા લાગી
25-11-020ના રોજ સવારના સમયે કૈલાસબહેન તેમની માતા શોભનાબહેન અને નવજાત બાળકી ઘરે હતા. કૈલાસબહેનના પતિ સચિનભાઇ મજૂરી કામે ગયા હતા. કૈલાસબહેન તેમની નવજાત બાળકી સાથે સુતા હતા. તે સમયે તેઓની સાથે રીક્ષામાં આવેલી અજાણી મહિલા ઘરે કૈલાસબહેનના ઘરે ગઇ હતી. અને અજાણી મહિલાએ કૈલાસબહેનને જણાવ્યું કે, હું ઘણાં બધા લોકોને મદદ કરું છું, તમે લોકો ગરીબ છો. તમને અનાજ, કપડા વિગેરે લાવી આપું. તું મારી સાથે ચાલ" કૈલાસબહેને મદદનો ઇન્કાર કરવા છતાં અજાણી મહિલા મદદ કરવા માટે જબરજસ્તી કરવા લાગી હતી.

અજાણી મહિલાએ કૈલાસબહેનને એક સાડી અપાવી
અજાણી મહિલાએ મદદ માટે દબાણ કરતા કૈલાસબહેન તેમની 4 દિવસની બાળકી અને માતા શોભનાબહેન સાથે ગયા હતા. અજાણી મહિલાએ અગાઉથી નક્કી કરેલી રીત્રામાં બેસીને તમામ ન્યાય મંદિર મંગળ બજારમાં ગયા હતા. અજાણી મહિલાએ કૈલાસબહેનને એક સાડી અપાવી હતી. અને નવજાત બાળકી માટે લારીમાંથી ફ્રોક અપાવ્યું હતું. કપડાંની ખરીદી બાદ તેઓ પરત ન્યાય મંદિર આવ્યા હતા. અને રીક્ષા ભાડે કરી હતી. રીક્ષામાં બેઠા બાદ અજાણી મહિલાએ કૈલાસબહેનને જણાવ્યું કે, બેબી માટે જોન્સન કંપનીનો પાઉડર અને સાબુ લઇ આવ. પરંતુ, કૈલાસબહેને ઇન્કાર કર્યો હતો. જેથી તેઓ રીક્ષામાં પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા થઇ કલાદર્શન ચાર રસ્તા પાસે આવ્યા હતા.

એસીપી એસ જી પાટીલ
એસીપી એસ જી પાટીલ

મા-દીકરી મેડિકલ સ્ટોર પર જતા મહિલાએ બાળકીનું અપહરણ કર્યું
કલાદર્શન ચાર રસ્તા પાસે અજાણી મહિલાએ રીક્ષા ઉભી રખાવી હતી અને કૈલાસબહેનને રૂપિયા 500ની નોટ આપી જણાવ્યું કે, બેબી માટે જોન્સન પાઉડર અને સાબુ લઇ આવ. કૈલાસબહેન પોતાની ચાર દિવસની દીકરીને માતાને સોંપી મેડિકલ સ્ટોરમાં પાઉડર અને સાબુ લેવા માટે ગઇ હતી. ગણતરીની મિનીટોમાં કૈલાસબહેનની માતા શોભનાબહેન મેડિકલ સ્ટોર ઉપર પહોંચી દીકરી કલ્પનાને જણાવ્યું કે, મધની ટોટી લઇ લે. કૈલાસબહેને માતા પાસે દીકરીને ન જોતા પૂછ્યું કે, દીકરી ક્યાં છે, ત્યારે માતાએ જણાવ્યું કે, દીકરી મહિલા પાસે છે. કલ્પનાબહેન અને તેની માતા વાત પૂરી કરે ત્યાં રીક્ષા ચાલુ થવાનો અવાજ આવતા ચોંકી ઉઠ્યા હતા અને મા-દીકરી નવજાત બાળકીનું અપહરણ કરીને ભાગી રહેલી રીક્ષા પાછળ બુમો પાડતા દોડ્યા હતા.

એક્ટિવા ચાલકે ફિલ્મી ઢબે પીછો કરીને મહિલાને પકડીને બાળકીને છોડાવી
મા-દીકરીએ બાળકીનું અપહરણ કરીને મહિલા રીક્ષામાં ભાગી રહી છે. તેવી બુમરાણ મચાવતા પસાર થઇ રહેલા એક એક્ટિવા ચાલકે રીક્ષાનો પીછો કર્યો હતો. અને ચાર વર્ષની બાળકીનું અપહરણ કરીને રીક્ષામાં ભાગી રહેલી મહિલાને ઝડપી પાડી હતી. બીજી બાજુ કોઇએ 100 નંબર ઉપર પોલીસ કંટ્રોલને જાણ કરતા પી.સી.આર. વાન ગણતરીની મિનિટોમાં આવી ગઇ હતી અને પોલીસે અપહરણ કરીને ભાગી રહેલી અજાણી મહિલાની ધરપકડ કરીને પાણીગેટ પોલીસ મથકે લઇ ગઇ હતી. અને અજાણી મહિલાની પૂછપરછ શરૂ કરી છે.

પાણીગેટ પોલીસે મહિલાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી
પાણીગેટ પોલીસની તપાસમાં ચાર વર્ષની બાળકીનું અપહરણ કરીને ઓટો રીક્ષામાં ભાગી રહેલી મહિલાનું નામ બિસ્મીલ્લાબાનું મકબુલખાન પઠાણ ઉર્ફ જ્યોતિબબહેન હરેશભાઇ નટુભાઇ ભટ્ટ (રહે. મકાન નં.144, જાદવ પાર્ક સોસાયટી, ન્યુ સમા રોડ, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. પાણીગેટ પોલીસે બિસ્મીલ્લાબાનું ઉર્ફ જ્યોતિ ભટ્ટ સામે ચાર વર્ષની બાળકીના અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.