પરિણીતાએ પોલીસની મદદ માગી:વડોદરામાં મહિલાએ રાત્રે પોલીસને ફોન કર્યો: 'મારા પતિએ દારૂ પીધો છે અને મને ઘરની બહાર કાઢી મુકી છે'

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે પ્રોહિબિશનની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

વડોદરા શહેરમાં જ્યાં એક તરફ ATM વાનના ડ્રાયવરે દારૂના નશામાં પોલીસને ખોટો ફોન કર્યો કે મારી વાન કોઇ ચોરી ગયા છે તો બીજી તરફ એક પતિ પીડિત મહિલાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોતાના પતિએ દારૂ પીધો છે અને તેને ઘરની બહાર કાઢી મુકી છે તે માટે મદદ માગ્યાની ફરિયાદ પણ નોંધાઇ છે.

પોલીસે આરોપીની અટકાયત કરી
ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં ગત રાત્રે 11 વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો કે મારા પતિએ દારૂ પીધો છે અને વિવેકાનંદ સોસાયટીની અંદર ONGC ગેટની સામે મારા પતિએ મને ઘરની બહાર કાઢી મુકી છે. ફરિયાદને પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જયા તપાસ કરતા મહિલાનો પતિ ભાવેશભાઇ નવીનચંદ્ર જોશી (રહે. વિવેકાનંદ સોસાયટી, ONGC રોડ , વડોદરા) નશાની હાલતમાં હતો. પોલીસે તેને અટકાતમાં લઇ પૂછપરછ કરી હતી. જો કે, ભાવેશ નશાની હાલતમાં હતો અને લથડિયા ખાઇ રહ્યો હતો. જેથી પોલીસે પ્રોહિબિશનની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂના નાશાનો અન્ય એક બનાવ: પોલીસને ATMની ગાડી ચોરાયોનો ખોટો ફોન કર્યો
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય એક બનાવમાં મહેશભાઇ ઉદેસિંહ સોલંકી (રહે. જલારામનગર સોસાયટી, કરોડિયા રોડ, વડોદરા) એ પોલીસ કંટ્રોલ રૂમમાં ગત રાત્રે ફોન કર્યો હતો કે, સાહેબ હું ATMની ગાડી ચલાવુ છું જેથી બે અજાણ્યા વ્યક્તિ ATMની ગાડી મારી પાસેથી ચોરી કરીને ભાગી ગયા છે. જેથી કંટ્રોલ રૂમ દ્વારા આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. જો કે પોલીસ આપેલ સરનામે પહોંચી તો ડ્રાઇવર મહેશ સોલંકી ઘરે હતો અને દારૂ પીધેલી હાલતમાં હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગાડીની ચાવી પણ ઘરે જ હતી. જેથી પોલીસે મહેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...