તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા:સાવલી પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો, આત્મહત્યાનું કારણ અકબંધ

વડોદરા10 મહિનો પહેલા
મહિલા કોન્સ્ટેબલ શિલ્પાબેન દરબાર
 • મહિલા કોન્સ્ટેબલનો પતિ અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મહિલા મહેસાણા જિલ્લાના માંકણજ ગામની રહેવાસી હતી

સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 22 વર્ષની મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. સાવલી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ કોન્સ્ટેબલ ઘરમાં જ એકલી રહેતી હતી
વડોદરા જિલ્લાના સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી 22 વર્ષની મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન વિનોદસિંહ દરબાર સાવલીની બી-10, ગોકુલવાટીકા સોસાયટીમાં ભાડેથી એકલી રહેતી હતી. શિલ્પાએ ગત રાત્રી દરમિયાન પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે ઘરમાં કોઇ ન હોવાથી આજે સવારે ઘટનાની જાણ થઇ હતી. ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.
આત્મહત્યાનું કારણ હજી જાણવા મળ્યુ નથી
સાવલી પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલ શિલ્પાબેન દરબારે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી સુધી જાણી શકાયુ નથી. પોલીસે તેના પરિવારજનો અને પાડોશીઓની પૂછપરછ શરૂ કરીને આત્મહત્યાનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો