તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્પ્રેરણા:વડોદરાના પોઇચામાં સાસરીયાના ત્રાસથી પરિણીતાએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો, સાસરીયા એક લાખ રૂપિયા લાવવા ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ

વડોદરા3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મૃતક દીકરીના પિતાએ સાસરીયા સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા ગામની પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પરિણીતા પિયરમાંથી એક લાખ રૂપિયા ન લાવતા સાસરીયાઓએ અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હતું. આમ છતાં પરિણીતા ત્રાસ સહન કરતી હતી, પરંતુ, સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતા માનસિક રીતે ભાંગી પડી હતી અને ફાંસો ખાઇને જિંદગીનો અંત આણ્યો હતો.

લગ્ન બાદ સાસરીયાએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું
સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા નટવરનગર ગામમાં રહેતા મહીપતસિંહ ભગવાનસિંહ છાસટીયાની દીકરી જિજ્ઞાશાબહેનના લગ્ન પોઇચા ગામમાં ટાંકીવાળા ફળિયામાં રહેતા કલ્પેશ નટવરસિંહ રાઠોડ સાથે થયા હતા. લગ્ન બાદ થોડો સમય દામ્પત્ય જીવન સારુ ચાલ્યું હતું. બાદમાં સાસરીયાઓએ પરિણીતાને ત્રાસ આપવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ, પરિણીતા પોતાનું સાંસારીક જીવન બરબાદ ન થઇ જાય તે માટે મુંગા મોંઢે ત્રાસ સહન કરી રહી હતી.

પિયરમાંથી એક લાખ રૂપિયા લાવવા માટે પરિણીતાને ત્રાસ આપતા હતા
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી પતિ કલ્પેશ રાઠોડ, સસરા નટવરસિંહ રાઠોડ, સાસુ શારદાબહેન રાઠોડ અને ગીરવતસિંહ રાઠોડ દ્વારા પરિણીતા જિજ્ઞાશાને પિયરમાંથી રૂપિયા 1 લાખ લઇ આવવા માટે દબાણ શરૂ કર્યું હતું. પરિણીતાએ પિયરમાંથી રૂપિયા એક લાખ લઇ આવવા માટે કોઇ દાદ ન આપતા પતિ સહિત તમામે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ તેના માતા-પિતાના કહેવાથી જિજ્ઞાશાને મારઝૂડ પણ કરતો હતો, પરંતુ, જિજ્ઞાશા પિયરમાંથી રૂપિયા 1 લાખ લાવવા માટે તૈયાર ન હતી.

પતિએ પત્ની છૂટાછેડા આપી દેવાની ધમકી આપી હતી
પરિણીતા જિજ્ઞાશા પિયરમાંથી રૂપિયા એક લાખ ન લાવતા પતિ સહિત સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મૂકી હતી અને જણાવ્યું હતું કે, પિયરમાંથી રૂપિયા 1 લાખ લઇને આવજે. જો તું નહીં લાવે તો ઘરમાં આવવા દઇશું નહીં અને છૂટાછેડા આપી દઇશ. તેવી ધમકી આપી હતી. દહેજ ભૂખ્યા સાસરીયાઓના અમાનુષી અત્યાચારથી ત્રાસી ગયેલી પરિણીતાને પતિએ પરત લઇ જવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતા તેને ભારે મનદુઃખ થયું હતું. જેથી તેણે ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી આપઘાત કરી લીધો હતો.

મૃતક દીકરીના પિતાએ સારસીયા સામે પોલીસ ફરિયાદ કરી
આ બનાવ અંગે પરિણીતાના પિતા મહિપતસિંહ છાસટીયાએ દીકરીના મોત માટે જવાબદાર કલ્પેશ રાઠોડ, નટવરસિંહ રાઠોડ, શારદાબહેન રાઠોડ અને ગીરવતસિંહ રાઠોડ સામે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પરિણીતા પાસે રૂપિયા 1 લાખ દહેજ પેટે માંગી મોત માટે મજબૂર કરનાર પતિ, સાસુ, સસરા સહિત ચાર સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો