તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાણીપ્રેમ:કારેલીબાગના મંદિરે મહિલાએ સ્ટ્રીટ ડોગ સાથે કેક કાપીને બર્થ ડે ઊજવ્યો

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીપ્તિ પટેલ 30 વર્ષથી સ્ટ્રીટ ડોગને ભોજન આપે છે

વડોદરાની પ્રાણીપ્રેમી મહિલાએ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. દીપ્તિ પટેલે કારેલીબાગ કટારિયા હનુમાન મંદિર ખાતે સ્ટ્રીટ ડોગ સાથે કેક કાપી જન્મદિવસ મનાવ્યો હતો. વડોદરામાં રહેતાં દીપ્તિ પટેલે એમ.એસ.યુનિવર્સિટીમાંથી બીકોમ અને એલએલબી કર્યું છે સાથે ખાનગી યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે.

30 વર્ષથી તે સ્ટ્રીટ ડોગની કાળજી લઈ રહ્યા છે. દીપ્તિ પટેલના જણાવ્યા અનુસાર કોરોનાકાળમાં ભૂખથી ટળવળતાં સ્ટ્રીટ ડોગ પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓ કારેલીબાગના અલગ-અલગ વિસ્તારમાં જમવાનું આપતાં હતાં અને આ જ લાગણી સાથે આજે તેઓએ સ્ટ્રીટ ડોગ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.

કારેલીબાગ કટારિયા હનુમાન મંદિર ખાતે સવારે તેઓએ સ્ટ્રીટ ડોગને સાથે રાખી કેક કટિંગ કરી હતી. જેમ લોકો તેમની ફેમિલી સાથે જન્મદિવસ ઊજવે છે તેમ મેં પણ મારી આ ફેમિલી સાથે જન્મદિવસ ઉજવ્યો છે. તદુપરાંત 50 વૃક્ષોનું સાંઈ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રહી પ્લાન્ટેશન કર્યું હતું.દીપ્તી પટેલે મીસ ઇન્ડીયાની સ્પર્ધામાં ભાગ લઇને તેઓ વિજેતા બન્યા હોવાનો પણ દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...