વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી પોલીસે 10 નંગ બીયર સાથે મહિલા બુટલેગરની ઝડપી પાડી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ પર હતો. તે દરમિયાન બાતમી હતી કે, કાળા વસ્ત્રો પહેરેલી એક મહિલા બેગમાં બીયરના ટીન લઇને સુભાષનગર નાકા પાસે ઉભી છે. જેથી પોલીસે મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખીને દરોડો પાડતા લક્ષ્મી ઉર્ફે ગીતા માળી (સનફાર્મા રોડ, કલાલી, વડોદરા) ને વજનદાર બેગમાં બીયરના 10 ટીન સાથે ઝડપી લીધી હતી.
પોલીસે મહિલા બુટલેગર પાસેથી બીયરના ટીન, રોકડા 11, 900 અને મોબાઇલ મળી કુલ 17,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.