શહેરના લક્ષ્મીનારાયણ નગર ત્રણ રસ્તા પાસે ટુ-વ્હિલર ચાલક મહિલા અને તેના પતિને માર મારી રુપિયા તેમજ સોનાની ચેઇન તોડી વિધર્મીઓનું ટોળું ફરાર થઇ ગયાની ફરિયાદ જવાહનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
ટેમ્પો ચાલકે અપશબ્દો કહ્યા
વડોદરાના કરોડિયા રોડની સોસાયટીમાં રહેતી પરિણીતા ગઇકાલે લક્ષ્મીનારાયણ નગર ત્રણ રસ્તા પાસે ઉભી હતી. ત્યારે એક ટેમ્પો ચાલક પાછળની આવ્યો હતો અને બૂમાબૂમ કરી અપશબ્દો બોલવા લાગ્યો હતો. જેથી મહિલાએ તેના ભાઇને ફોન કરી બોલાવતા ભાઇ ત્યાં આવી પહોંચ્યો હતો. જેથી મહિલાના ભાઇને પણ ટેમ્પો ચાલક અને વિધર્મીઓના ટોળાએ માર માર્યો હતો. જ્યાર બાદ મહિલાના પતિને પણ માર મારી તેની પાસેથી 45 હજાર રૂપિયા રોકડા અને સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા.
મારી ચેઇન ખેંચી પણ દુપટ્ટામાં ફસાઇ ગઇ
આ બનાવ અંગે પીડિતાએ જણાવ્યું હતું કે યશ બેંકમાંથી એક ભાઇ અમારા ઘરે આવવાના હતા. તેમણે અમારું ઘર જોયું ન હોવાથી તેમની રાહ જોઇને લક્ષ્મીનારાયણ નગર પાસે ઉભી હતી ત્યારે પાછળથી એક ટેમ્પો ચાલક આવ્યો હતો અને મારા ટુ-વ્હિલર નજીક આવી લીધો હતો. જેથી મેં ટેમ્પો ચાલકને કહ્યું કે ભાઇ ટેમ્પો દૂર રાખો નહીં તો અમે મરી જઇશું. તો ટેમ્પોનો ચાલક મને અપશબ્દો કહેવા લાગ્યા હતો. જેથી ત્યાં ટોળું એકત્ર થઇ ગયું હતું. આરોપીના ટોળામાંથી બે-ત્રણ શખ્સોએ મારા ગળામાંથી સોનાની ચેઇન ખેંચી હતી. પરંતુ ચેઇન તૂટીને મારા દુપટ્ટામાં ભરાઇ ગઇ હતી. જેથી ત્યાં હાજર કેટલાક લોકોએ અમને ત્યાંથી નિકળી જવા માટે કહેતા અમે ઘરે આવી ગયા હતા અને 100 નંબર પર પોલીસને ફોન કર્યો હતો.
પતિને પણ માર મારી લૂંટી લીધો
પીડિતાએ કહ્યું કે, પોલીસ કંટ્રોલમાંથી ફોન કરતા ઘટનાસ્થળે પહોંચેલ પોલીસે અમને જ્યાં ઘટના બની છે ત્યાં આવવા માટે કહ્યું હતું. જેથી મેં પોલીસને કહ્યું કે અમે ઘરે આવી ગયા છીએ તમે અમારા ઘરે આવો. પરંતુ પોલીસે કહ્યું કે તમે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે તો હવે ઘટના સ્થળે આવવું પડશે. જેથી હું અમે મારો ભાઇ બનાવ સ્થળે ગયા હતા. જ્યાં વિધર્મીઓના ટોળાએ પોલીસની હાજરીમાં અમારા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન મારા પતિ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના ખિસ્સામાંથી 45 હજાર રૂપિયા રોકડા અને ગળામાંથી સોનાની ચેઇન તોડી આરોપીઓ કારમાં ફરાર થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જવાહરનગર પોલીસે કેસ દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.