તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પાણી-ડ્રેનેજની સુવિધા વિના RTO 10 લાખ વેરો ભરશે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વર્ષ પૂર્વે સમાવિષ્ટ દરજીપુરાની આકારણી
  • ડ્રેનેજ-પાણી જોડાણ માટેે અરજી કરવી પડશે

કોર્પોરેશન દ્વારા 2019માં ભાયલી, વેમાલી, દરજીપુરા જેવા વિસ્તારો કોર્પોરેશનની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ વિસ્તારોની મકાન વેરાની વસૂલાત માટે તેની આકારણી કરવામાં આવી રહી છે. જે પૈકી હરણી દરજીપુરા વિસ્તારની આકારણી કરવામાં આવી હતી. આરટીઓમાં મંગળવારે કરવામાં આવેલી આકારણી મુજબ અંદાજે રૂા. 10 લાખ જેટલું મકાન વેરા નું બિલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે જે અંગે કચવાટ જોવા મળ્યો હતો.

ઇન્ચાર્જ આરટીઓ એ એમ પટેલે જણાવ્યું હતું કે આરટીઓ સરકારી મિલકત છે પાણી અને ડ્રેનેજની સુવિધાથી વંચિત છે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ આ સુવિધા અપાતી નથી અહીં આવતા સેંકડો લોકોને મુશ્કેલી પડે છે ત્યારે કોર્પોરેશન દ્વારા આ સુવિધાને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. પાલિકાના અેઅેમસી જિજ્ઞેશ ગોહીલે જણાવ્યું હતું કે 2019 ના રાજ્ય સરકારના કાયદા મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. વેમાલીની આકરણી હજુ બાકી છે આરટીઓ ને ડ્રેનેજ પાણી અંગે અલગથી અરજી કરી શકે છે.

આકારણી કરનારનું મોત થતાં ફરી કરાઈ
કોર્પોરેશન દ્વારા થોડા સમય અગાઉ આરટીઓની આકારણી કરવામાં આવી હતી પરંતુ કોર્પોરેશનના આકારણી વિભાગના કર્મચારીનું કોરોના દરમિયાન મૃત્યુ થતા તેની પાસે આ ડોક્યુમેન્ટ રહી જતાં ફરી આકારણી કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...