• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, Without Permission, Garba Was Planned In The Plot, A Grand Stage Was Also Built, Even The Police Were Shocked To See More Than 1000 Garba Player

આવી નવરાત્રિની છૂટ નથી:શેરી ગરબાના નામે વડોદરાના પાર્ટી પ્લોટમાં બારોબાર ગરબા શરૂ, 1000 ખેલૈયાને જોઈ પોલીસ પણ ચોંકી ઊઠી

વડોદરા4 મહિનો પહેલા
પોલીસે તપાસ કરતા ગરબા-સંચાલકોએ મંજૂરી પણ લીધી ન હતી.
  • ગરબા-સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં નવશક્તિ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શેરી ગરબાના નામે પાર્ટી પ્લોટમાં બારોબાર ગરબા શરૂ થઈ ગયા હતા. આયોજકો દ્વારા વગર મંજૂરીએ નિયમોથી વધારે 1000થી વધુ લોકોને એકત્ર કરી ગરબા રમાડતાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો અને ગરબા બંધ કરાવ્યા હતા. ત્યાર બાદ ગરબા- સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાતાં ગરબા-આયોજકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્લોટમાં શેરી ગરબાનું આયોજન કર્યું હતું. એમાં ખાણી-પીણીના સ્ટોલ અને સ્ટેજ પણ બનાવવામાં આવ્યાં હતાં. પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા. પોલીસ જવાનોએ ભીડ જોઇને સ્થળ પર જઇને ગરબા અંગેની મંજૂરી સંબંધિત પૂછપરછ શરૂ કરી હતી. ેમાં સંચાલકો પાસે ગરબાની મંજૂરી નહિ હોવાનું સામે આવ્યું હતું.

ગરબાના રંગમાં પોલીસે ભંગ પાડતાં ખલૈયાઓમાં ભાગદોડ મચી ગઈ.
ગરબાના રંગમાં પોલીસે ભંગ પાડતાં ખલૈયાઓમાં ભાગદોડ મચી ગઈ.

બીજા નોરતે વગર મંજૂરીએ ગરબા રમાડતા સંચાલકો સામે પોલીસ કાર્યવાહી
રાજ્ય સરકાર દ્વારા તહેવારોને ધ્યાને રાખીને નવરાત્રિ પર્વની ઉજવણીમાં શરતી મંજૂરી આપી હતી, જેમાં શેરી ગરબામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા રમવાનો પણ સમાવેશ થયો હતો. નવરાત્રિમાં મોટા ગ્રાઉન્ડમાં ગરબાને મંજૂરી નહીં મળતાં શહેરમાં મોટા પાયે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના બીજા નોરતે વગર મંજૂરીએ ગરબા રમાડતા સંચાલકો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

પોલીસ ભીડ જોઈને તપાસ કરવા ગઈ હતી.
પોલીસ ભીડ જોઈને તપાસ કરવા ગઈ હતી.

કોમન પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિએ મુક્તાનંદ ત્રણ રસ્તા કોમન પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના આયોજક કમલેશ ગોવિંદભાઇ પરમાર (53) (રહે- સિદ્ધથ બેગંલોઝ, સમાસાવલી રોડ, વડોદરા) હતા. ગરબામાં મોટી સંખ્યામાં ખૈલાયાઓ એકત્ર થયા હતા. દરમિયાન કારેલીબાગના પોલીસ જવાનો પેટ્રોલીંગમાં હતા. પોલીસ જવાનોએ ભીડ જોઇને સ્થળ પર જઇને ગરબા અંગેની મંજૂરી સંબંધિત પુછપરછ શરૂ કરી હતી.

પ્લોટમાં ગરબાનું આયોજન કરી ગરબા રમાડતા હતા.
પ્લોટમાં ગરબાનું આયોજન કરી ગરબા રમાડતા હતા.

પોલીસના જાહેરનામાના ભંગ બદલનો ગુનો નોંધાયો
ગરબાના સંચાલકો પાસે ગરબાની મંજૂરી નહીં હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં મહામારી કાળમાં મંજૂરી વગર સંચાલકોએ ગરબા રમવા માટે એક હજાર જેટલા માણસો એકત્ર કર્યા હતા. સમગ્ર મામલે કારેલીબાગમાં પોલીસ મથકમાં નવ શક્તિ ગરબા મહોત્સવનું વગર મંજૂરીએ આયોજન કરી એક હજારથી બારસો જેટલા લોકો એકત્ર કરી પોલીસના જાહેરનામાના ભંગ બદલનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગરબાના આયોજનમાં બાળકો પણ હતાં.
ગરબાના આયોજનમાં બાળકો પણ હતાં.