તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે જ નિયમોની ઐસીતૈસી કરી:ભરૂચમાં માસ્ક પહેર્યા વિના જ પોલીસકર્મીએ ફ્રૂટની લારીઓ પર દંડાવાળી કરી, વેપારીઓમાં આક્રોશ

ભરૂચ2 મહિનો પહેલા
પોલીસકર્મી ગળામાં માસ્ક લટકાવીને દંડા ફટકારી રહ્યો છે - Divya Bhaskar
પોલીસકર્મી ગળામાં માસ્ક લટકાવીને દંડા ફટકારી રહ્યો છે
  • પોલીસની કામગીરી સામે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો

ભરૂચ બાયપાસ રોડ પર પોલીસકર્મીએ માસ્ક પહેર્યા વિના જ ફ્રૂટની લારીઓ પર દંડવાળી કરી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માસ્ક સહિતના કાયદાનું પાલન કરાવવા નીકળેલી ભરૂચ બી ડિવિઝન પોલીસના જવાનો જ ગળામાં માસ્ક લટકાવીને કાર્યવાહી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી સામે આક્રોશ

ભરૂચ બાયપાસ રોડ પર ફ્રૂટની લારીઓ પર વેપારીઓને ભરૂચ બી ડિવિઝન પોલીસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરાવવા માટે નીકળી હતી. જોકે, પોલીસકર્મીઓ પોતે જ માસ્કના નિયમોની ઐસીતૈસી કરતા જોવા મળ્યા હતા. એક પોલીસકર્મીએ નાકથી નીચેના ભાગે ગળામાં માસ્ક પહેર્યું હતું અને પોલીસકર્મીએ માસ્ક ન પહેરવા બાબતે ફ્રૂટની લારીઓ પર દંડાવાળી કરી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયાં વાઈરલ થયો છે. જેને પગલે વેપારીઓની સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ પોલીસની કામગીરી પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે

આ પણ વાંચોઃ વડોદરામાં માસ્કની બબાલ/ 'તમે ભિખારી છો, લૂંટ કરવા માટે ઊભા છો' તેમ કહી પોલીસકર્મીને જમીન પર પછાડીને ગળુ દબાવનાર કાર ચાલકની ધરપકડ

પોલીસની કામગીરી સામે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો
પોલીસની કામગીરી સામે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો

સામાન્ય પ્રજાને માસ્કનો દંડ ફટકારતી પોલીસને દંડ થશે?
માસ્ક ન પહેરવા પર પોલીસ સામાન્ય પ્રજાને એક હજાર રૂપિયાનો દંડ ફટકારે છે, ત્યારે પોલીસ માસ્ક ન પહેરે ત્યારે તેને દંડ ફટકારવામાં આવતો નથી, ત્યારે સ્થાનિક લોકો અને વેપારીઓ પોલીસકર્મી સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો