તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતદાર અરજી:મતદાર યાદીનું સર્ટિ લેવા એક દિવસમાં 500 અરજી, બીજા દિવસે વધુ 400 ઉમેદવારીપત્રોનો ઉપાડ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • સર્ટી આપવા માટે પાંચ કર્મચારી મૂકવા પડ્યા

પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વેળાએ મતદારયાદીમાં નામ હોવાનું તેમજ મતદાર ક્રમાંક હોવાનો ઉલ્લેખ વાળો પ્રમાણપત્ર રજૂ કરવાનું ફરજીયાત છે ત્યારે પાલિકાની ચૂંટણી શાખામાં તેના માટે 500 અરજી આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની તા 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે.જેમાં 19 વોર્ડની 76 બેઠકનો સમાવેશ થાય છે. તારીખ બેઠક કોંગ્રેસે માત્ર 20 નામ જાહેર કર્યા છે જ્યારે ભાજપે હજુ પસંદગીની કવાયત હાથ ઉપર લીધી છે અને તેમના નામ તા.ચાર ની આસપાસ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.આ સિવાય, કેટલાક રાજકીય પક્ષોએ છૂટાછવાયા ઉમેદવારો ના નામ જાહેર કર્યા છે.

આ સંજોગોમાં, પાલિકાની ચૂંટણી શાખામાં મતદાર યાદીની પુસ્તિકામાં પોતાનું નામ કયા નંબર પર છે અને કયા ભાગમાં છે તે જોવા માટે દાવેદારો પહોંચી રહ્યા છે અને ચૂંટણી વિભાગમાં પ્રમાણપત્ર મેળવવા માટે લેવાનો હોવાથી અરજીઓ પણ કરી જેમાં હજી સુધી જેમાં નામો ચર્ચામાં છે તેના સહિત 500 લોકોએ અરજી કરી છે અને તેમને અરજીના આધારે ચૂંટણી વિભાગ દ્વારા આવા પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે પાંચ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

વડોદરા મહાનગર પાલિકા ચૂંટણી પ્રક્રિયાના શરૂ થવાના બીજા દિવસે વધુ 400 ફોર્મનો ઉપાડ થયો છે. 19 વોર્ડમાં ફોર્મ વિતરણ શરૂ થઇ ગયું છે. પ્રથમ દિવસે 337 જેટલા ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો હતો. બે દિવસમાં 737 જેટલા ફોર્મ સંભવિત ઉમેદવારો લઇ ગયા છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 જાન્યુઆરી છે. ફોર્મ ચકાસણીની તારીખ 8 જાન્યુઆરી રખાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો