છેતરપિંડી:વડોદરાના વૃદ્ધ સાથે રૂ. 6199ની ઓનલાઇન ઠગાઇ કરનાર બે શખ્સ રાજસ્થાનમાં પકડાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વડોદરા નજીક ભાયલી ગામે રહેતા વૃદ્ધને ઓનલાઇન કેમેરો ખરીદવા ઓનલાઇન પેમેન્ટના નામે રૂ. 6199ની ઠગાઇ કરનાર બે શખ્સની રાજસ્થાનના અલવર જિલ્લાના ગોવિંદગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

6199 રૂપિયા પેમેન્ટ કર્યાં બાગ ફોન બંધ આવ્યો
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર ભાયલીની ગ્રીનફિલ્ડ-3 ખાતે રહેતા અજીત વર્માને ગત જુલાઇ મહિનામાં ફેસબુક એકાઉન્ટમાં એક લિંક આવી હતી. જેમાં સસ્તા ભાવે કેમેરો ખરીદવાની ઓફર હતી તેમજ મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો. અજીત વર્માને આ કેમેરો પસંદ આવતા તેમણે તે નંબર પર ફોન કર્યો હતો. જેથી સામેથી પોતાની ઓળખ રાજકુમાર તરીકે આપી હતી. તેમજ રૂ. 13500ના કેમેરાને ખરીદવા માટે અડધું પેમેન્ટ રૂ. 6199 એડવાન્સમાં આપવા પડશે તેમ જણાવ્યું હતું. પેમેન્ટ માટે રાજકુમાર નામના વ્યક્તિએ ક્યુઆર કોડ મોકલ્યો હતો. જેથી તેના પર 6199 રૂપિયા પેમેન્ટ કર્યું હતું. ચુકવણી થતાં રાજકુમારે ફોન કરીને કહ્યું હતું કે તમારે આ પેમેન્ટ બે ભાગમાં કરવું પડશે તેથી ફરી ભે ભાગમાં પેમેન્ટ કરો. જેથી અજીત વર્માએ પહેલા પેમેન્ટની રકમ પરત માંગી હતી. પરંતુ રાજકુમારે તે રકમ પરત કરવાનો ઇનકાર કરી ફોન બંધ કરી દીધો હતો.

NCCRP પોર્ટલ પર ફરિયાદ કરી
પોતે સાયબર ફ્રોડનો શિકાર બન્યાનું સમજાતા અજીત વર્માએ NCCRP પોર્ટલ પર તરત જ ફરિયાદ કરી હતી. જે અંગે તપાસ આગળ વધતા રાજસ્થાનના અલવર જિલ્લા ગોવિંદગઢથી લોકો સાથે ઓનલાઇન ઠગાઇ કરતા આરોપીઓની સાથે મૌસમ સુસ્સન મેવ અને નાહિદ ખુશીમત મેવને નકલી જાહેરાત મુકી છેતરપિંડી કરવા મામલે ઝડપી લેવામાં આવ્યા હતાં. આ તેઓની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બંનેએ વડોદારના અજીત વર્મા સાથે પણ ઠગાઇ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...