તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ITની નવી વેબસાઇટ ચાલુ ન થતાં ફોર્મ-16 સહિતની કામગીરી ટલ્લે

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી વેબસાઇટ 7મી જૂને ચાલુ થવાની જાહેરાત કરી હતી
  • આખો દિવસ વેપારીઓ, વકીલો અને સીએ અટવાયા

ઇન્કમટેક્સ વિભાગે 15 દિવસ અગાઉ ગત મહિને 7મી જૂને નવી વેબસાઇટ (પોર્ટલ) શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ સોમવારે આખો દિવસ નવું પોર્ટલ www. incometax.gov.in શરૂ ન થતાં વડોદરા સહિત મધ્ય ગુજરાતના સેકંડો વેપારીઓ, ટેક્સ એડવોકેટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અટવાઇ ગયા હતા.

ઇન્કમટેક્સ વિભાગની નવી પોર્ટલ વેબસાઇટ 7મી જૂને શરૂ કરવાની હતી પણ શરૂ થઇ ન હતી. જેથી ફોર્મ-16, અપીલોના જવાબો, સ્ક્રુટિની અને વિવિધ પ્રકારની નોટિસની ઓનલાઇન જવાબની કામગીરી ટલ્લે ચઢી ગઇ હતી. સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના એમિ. પ્રેસિડેન્ટ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ‘ગત 1લી જૂનથી જૂની વેબસાઇટ પણ બંધ છે. નવું વેબસાઇટ પોર્ટલ પણ શરૂ ન થતાં કલાકો વેડફાયા હતા.

ફોર્મ કેવી રીતે ભરવું તેના માટે 988 પેજનું પુસ્તક
ઇન્કમટેક્સ વિભાગે નવા વેબસાઇટ પોર્ટલની જાહેરાત કરી છે. પણ સાથે જ ફોર્મ કેવી રીતે ભરવા તેના માટેની એક પુસ્તક વેપારીઓ, વકીલો અને સીએ સહિતના લોકોને મોકલાવ્યું છે. આ પુસ્તકના પેજ 988 છે. ફોર્મ ભરવા માટે આટલા મોટા પુસ્તક માટે એક મિની રિફ્રેશર કોર્સ કરવો પડે તેવી સ્થિતિ છે.

અન્ય સમાચારો પણ છે...