VMCને ફાયદો થશે:વડોદરામાં તરસાલીની બે ટી.પી.ના અમલથી કોર્પોરેશનને રૂ. 78.67 કરોડની જમીન મળશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આ યોજનામાં વડોદરા મહાનગર પાલિકાને વિવિધ હેતુ માટે 68 અનામત પ્લોટ પ્રાપ્ત થશે

વડોદરા શહેરના તરસાલી વિસ્તારની બે ટીપી સ્કીમોમાંથી વડોદરા કોર્પોરેશનને 5,24,519 ચો.મી. જમીનના 107 અનામત પ્લોટ મળશે. જેની હાલની બજાર કિંમત રૂપિયા 78.67 કરોડની થાય છે. વડોદરાનો સર્વાંગી વિકાસ થાય અને લોકોની સુખાકારી અર્થે રોડ, રસ્તા, બાગ બગીચા તેમજ વિવિધ સુવિધાઓ માટે જગ્યાઓની જરૂર રહેતી હોય છે. જેના માટે વિવિધ વિસ્તારોમાં આયોજનબધ્ધ રીતે ટી.પી.સ્કીમ બનાવી તેનુ અમલીકરણ થાય તે ખુબ જ જરૂરી છે. જેના ભાગરૂપે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વધુમાં વધુ ટી.પી.સ્કીમ અમલી બને તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

મ્યુનિ. કમિશનરે ઘનિષ્ઠ અભ્યાસ કર્યો
વડોદરા મહાનગર પાલિકા દ્વારા તરસાલી ટી.પી.સ્કીમ નં. 38 તથા તરસાલી ટી.પી.સ્કીમ નં. 39 સહુ પ્રથમ તા.09-03-2015 ના રોજ સરકારમાં મુસદ્દારૂપ યોજના મંજૂરી અર્થે મોકલી હતી. જે મુસદ્દારૂપ યોજના સરકાર દ્વારા તા. 01-08-2016 ના રોજ મંજુર કરવામાં આવી હતી. મળેલ મુસદ્દારૂપ મંજૂરી અન્વયે નગર નિયોજક દ્વારા પરામર્શ માટે કોર્પોરેશનને મોકલતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા વડોદરા કોર્પોરેશનના હીત અને લાભાર્થે ધનિષ્ઠ અભ્યાસ કર્યો હતો.

મનપાને 39 અનામત પ્લોટ પ્રાપ્ત થશે
આ મુસદ્દારૂપ નગર રચના યોજના નં.39(તરસાલી)નું ક્ષેત્રફળ 217,00 હેકટર છે. આ યોજનામાં વડોદરા મહાનગર પાલિકાને વિવિધ હેતુ માટે 68 અનામત પ્લોટો પ્રાપ્ત થશે. જેનુ ક્ષેત્રફળ અંદાજીત 03,32,503 ચો.મી. થાય છે. જ્યારે યોજનામાં 02,94,095 ચો.મી. ક્ષેત્રફળના રોડ પ્રાપ્ત થશે. આમ કૂલ 06,26,598ચો.મી. ક્ષેત્રફળ જમીન વડોદરા મહાનગરપાલિકાને પ્રાપ્ત થશે તથા મુસદ્દારૂપ નગર રચના યોજના નં.38(તરસાલી)નું ક્ષેત્રફળ 137,88 હેકટર છે, જેમાં યોજનાની દરખાસ્ત મુજબ વડોદરા મહાનગરપાલિકાને 39 અનામત પ્લોટ પ્રાપ્ત થશે. જેનુ અંદાજીત ક્ષેત્રફળ 1,92,016 ચો.મી. છે.

વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ ટશે
જયારે 1,50,402 ચો.મી. ક્ષેત્રફળના રોડ પ્રાપ્ત થાય છે. રોડ તથા અનામત પ્લોટ મળી 3,42,418ચો.મી. ક્ષેત્રફળ જમીન પ્રાપ્ત થશે. વધુમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા જણાવવામાં આવેલ છે કે, આગામી સમયમાં વધુમાં વધુ ટી.પી.પ્લાન મંજુર થાય અને તેનાથી મહાનગરપાલિકાને વિવિધ સુવિધાઓ માટે અનામત પ્લોટ મળે જેનાથી વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય તે ઝુંબેશરૂપે કાર્યવાહી હાથ ધરી છે.