ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી:વડોદરા જિલ્લા પોલીસના સહયોગથી સાદી રેતીનું બિન અધિકૃત વહન કરતા 13 વાહન ઝડપ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાણ અને ખનીજ વિભાગે ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કરડી આંખ કરી છે - Divya Bhaskar
ખાણ અને ખનીજ વિભાગે ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કરડી આંખ કરી છે
  • રૂ.2.45 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરના આદેશ પ્રમાણે ખાણ અને ખનીજ વિભાગે ખનીજની ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કરડી આંખ કરી છે. જેના ભાગરૂપે આજે ડભોઇ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ટીમનો સહયોગ લઈને ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ટીમે ડભોઇ અને ઓરસંગ કાંઠાના કરનેટ ગામે રેતીના વાહનોની તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન સાદી રેતીનું બિન અધિકૃત પરિવહન કરતાં 13 વાહન ઝડપી લીધા હતા.

સાદી રેતીનું બિન અધિકૃત પરિવહન કરતાં 13 વાહન ઝડપી લીધા
સાદી રેતીનું બિન અધિકૃત પરિવહન કરતાં 13 વાહન ઝડપી લીધા

2.45 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો ભૂસ્તર શાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું હતું કે, આ સંક્યુત કામગીરી દરમિયાન 11 વાહન કાયદેસરના રોયલ્ટી પાસ વગરના 2 ડમ્પર વાહનમાં અધિકૃત કરતાં વધુ રેતી ભરેલા મળી આવ્યા હતા. આ વાહનોને અને મુદ્દામાલ ને સીઝ કરીને કસૂરવારો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવી રહ્યા છે. કુલ રૂ.2.45 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ સાથેની સંયુક્ત કાર્યવાહીના પગલે ખનીજ ચોરી અટકાવવાની અસરકારક કામગીરી શક્ય બની છે.

અન્ય સમાચારો પણ છે...