તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમી એખલાસ:અહેમદ પટેલના પ્રયાસોથી 1.20 કરોડના ખર્ચે ભરૂચના તૂણા ગામના મંદિર પાસે શાંતિધામ તૈયાર થયું, અંકલેશ્વરમાં મંદિર પણ બનાવ્યું

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના કાર્યકર સુધિરસિંહ અટેદરિયાએ અહેમદ પટેલ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા - Divya Bhaskar
કોંગ્રેસના કાર્યકર સુધિરસિંહ અટેદરિયાએ અહેમદ પટેલ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા
  • અહેમદ પટેલ હંમેશા નાત-જાત અને ધાર્મિક ભેદભાવ ભૂલીને કાર્યો કરતા હતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધનને પગલે ભરૂચ જિલ્લો શોકમાં ગરકાવ થઇ ગયો છે. સામાજિક ક્ષેત્રે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું ભરૂચ જિલ્લામાં મોટું યોગદાન રહેલું હતું. તેઓ જાતિગત કે, ધાર્મિક ભેદભાવ રાખ્યા વિના તમામ ધર્મના લોકો માટે કાર્ય કરતા હતા. ગરીબ લોકો પ્રત્યે તેમને વધુ લગાવ રહેતો હતો.

અંકલેશ્વરમાં પંચાટી બજારનું સાંઈ મંદિર અને મોઢ વણિક સમાજ માટે મંદિર બનાવ્યું હતું
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના તૂણા ગામે અઘોરેશ્વર મહાદેવના મંદિર પાસે અંદાજે 1.20 કરોડના ખર્ચે તૈયાર થયેલા શાંતિધામનું પણ તેમણે લોકાર્પણ કર્યું હતું. આ સ્મશાનગૃહ ઉત્તર દિશામાં વહેની નદી કિનારે આવેલું હોવાથી અંદાજે 25થી 30 ગામો તેનો ઉપયોગ કરી રહ્યા છે. સાથે અંકલેશ્વરમાં પંચાટી બજારનું સાંઈ મંદિર અને મોઢ વણિક સમાજ માટે મંદિર બનાવ્યું હતું અને અંકલેશ્વરમાં ક્રમબસ્તાન માટે ફેન્સિંગ પણ કરાવ્યું હતું.

નાના કાર્યકરોનો પણ ખ્યાલ રાખતા હતા
રાજ્યસભાના સાંસદ અહમદ પટેલ તેમના પાયાના કાર્યકરોનો પણ સારી પેઠે ખ્યાલ રાખતા હતા. તેનું ઉદાહરણ વર્ણવતા વાલિયા તાલુકાના સુધિરસિંહ અટેદરિયાએ જણાવ્યું હતું કે, મારા પિતા કિશોરસિંહ અટેદરિયાનું ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં અવસાન થયું હતું. તે સમયે પિતાના મોતના સમાચાર તેમને મળતાં તુરંત ફોન કરીને મને અને મારી માતાને દિલાશો પાઠવ્યો હતો. અમારા ખબર અંતર પૂછ્યાં હતું. માત્ર એટલું જ નહીં તેમને સમય મળતાં જ અમારા ઘરે આવી પરિવાર સાથે મુલાકાત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser