ક્રાઇમ:દરવાજો ખુલ્લો રહી જતાં ઘરમાંથી ચોર 1.45 લાખની મતા લઇ ફરાર

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામવાળીએ તસ્કરને ઘરમાંથી ભાગતાં જોઇ બૂમાબૂમ કરી

શહેરના પ્રતાપનગર પાસે આવેલ રફીયા પાર્ક એપાર્ટમેન્ટમાં સવારના સમયે મકાનનો દરવાજો ખુલ્લો રહી જતાં ઘરમાં પ્રવેશેલા તસ્કરે મકાનમાંથી સોના અને ડાયમંડના દાગીના તથા રોકડ મળીને 1.45 લાખની મતાની ચોરી કરી હતી. ઘરમાં રહેલા માતા પુત્ર બેડરુમમાં હતા ત્યારે તસ્કર ખુલ્લા મકાનમાં પ્રવેશ્યો હતો અને તે સમયે કામવાળી મહિલા પણ ઘરમાં આવતાં તેણે ઘરમાંથી ભાગી રહેલા તસ્કરને જોયો હતો.

પ્રતાપનગર પાસે આવેલ રફીયા પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા કામરાન કામીલ સુલેમાની એ વાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ મંગળવારે સવારે પત્ની અને 5 વર્ષનો બાળક જ ઘરમાં હતા. દરમિયાન સવારે 9થી વાગ્યાથી 10-30 વાગ્યાના અરસામાં પત્ની અને 5 વર્ષનો પુત્ર ઓનલાઇન ક્લાસ હોવાથી બેડરુમમાં હતા અને તેમનો ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રહી ગયો હતો. તેનો ફાયદો ઉઠાવી તસ્કર ઘરમાં પ્રવેશ્યો હતો અને તિજોરીમાંથી ડબ્બામાં મુકેલા સોનાના અને ડાયમંડના 1.20 લાખના દાગીના તથા 25 હજાર રોકડાની મતાની ચોરી કરી હતી. દરમિયાન તે જ વખતે તેમની કામવાળી ઘરમાં આવતાં અજાણ્યો શખ્સ ઘરમાંથી ભાગતા તેણે જોયો હતો જેથી કામવાળીએ બુમાબુમ કરી હતી અને ત્યારે મહિલાને જાણ થઇ હતી કે તેમના મકાનમાં ચોરી થઇ છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...