તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુપ્રસિદ્ધ શાયર ખલીલ ધનતેજવીનું 82 વર્ષની વયે રવિવારે સવારની નમાજ અદા કર્યા બાદ તાંદળજા સ્થિત નિવાસસ્થાને નિધન થયું હતું. યાકુતપુરા કબ્રસ્તાન ખાતે દફનવિધિમાં ઊર્દૂ-ગુજરાતીના સાહિત્ય સર્જકો અને ચાહકો હાજર રહ્યાં હતા. તેમની વિદાયથી સાહિત્ય ક્ષેત્રે ‘ખલીલ’ એટલે કે મિત્ર ગુમાવ્યો છે.
ખલીલ ધનતેજવીનો જન્મ સાવલી તાલુકાના ધનતેજ ગામમાં થયો હતો. ત્યારબાદ તેઓ વડોદરા આવ્યા હતા. નુપૂર નામના સામયિકનું સંપાદન કર્યું અને પત્રકાર તરીકે પણ તેમણે કામ કર્યું હતું. આ દરમિયાન તેઓ ફિલ્મી દુનિયાથી આકર્ષાયા હતા અને અશોક કુમાર, હેમામાલિની સહિતનાં કલાકારોનાં ઇન્ટર્વ્યૂ પણ લીધાં હતાં. વર્ષ 1975માં તેમણે ડોક્ટર રેખા નામની નવલકથા લખી અને ત્યારબાદ ફિલ્મ બનાવી હતી. તેમણે આ ફિલ્મ વિશે એકવાર કહ્યું હતું કે, ‘પહેલીવાર ગુજરાતી ફિલ્મોને ગામ-ગાડામાંથી બહાર કાઢીને જુદો વિષય વસ્તુ આપવાનો પ્રયાસ કર્યો હતો.’ ધનતેજ ગામ પ્રત્યે તેમનો લગાવ યથાવત્ રહ્યો હતો. તેમણે ત્યાં બાળકોને સારું શિક્ષણ મળે તે માટે પણ સઘન પ્રયાસો કર્યા હતા. તેઓ વર્ષ 2004માં ગુજરાત સરકારના કલાપિ પુરસ્કાર અને ત્યારબાદ નરસિંહ મહેતા પુરસ્કારથી સન્માનિત થયા હતા.
તેમણે લખેલી ગઝલ ‘અબ મૈં રાશન કી કતારો મેં નજર આતા હૂં, અપને ખેતો સે બીછડને કી સજા પાતા હૂં’ને મહાન ગઝલ ગાયક જગજિતસિંઘે અવાજ આપ્યો હતો. તેમણે સાદગી, સારાંશ, સૂર્યમુખી, સગપણ, સોપાન સહિતના 11 ગઝલ સંગ્રહો લખ્યા, જેના તમામના નામ ‘સ’ પરથી જ શરૂ થતા હતા.
અમિતાભને કહ્યું ‘ આપ ઊંચે નહીં લંબે હો’
એક સમય હતો જ્યારે ખલીલ ધનતેજવી અઠવાડિયામાં 3થી 4 દિવસ મુંબઇમાં રહેતા હતા. એકવાર અમિતાભ બચ્ચને તેમની નજીક આવી હળવા અંદાજમાં કહ્યું ‘દેખો, મેં આપસે ઊંચા હૂં’ ત્યારે ખલીલભાઇએ જવાબ આપ્યો ‘આપ મુઝસે ઊંચે નહીં હો, લંબે હો’.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.