તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં કોરોના હવે બેકાબૂ બની રહ્યો છે. સતત ગંભીર કેસોમાં વધારો થતાં છેલ્લા બે દિવસમાં ઓક્સિજનની માગ 3 મેટ્રિક ટન વધીને 63 મેટ્રિક ટન પહ પહોંચી છે. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં માત્ર 12 ઓક્સિજન બેડ ખાલી રહેતા હવે તંત્ર દોડતું થયું છે સયાજી હોસ્પિટલમાં માત્ર બે ઓક્સિજન બેડ ખાલી પડતાં રાતોરાત સર્જીકલ વિભાગમાં 50 કોવિડ બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે.
ગોત્રી હોસ્પિટલમાં બુધવારે કોવિડ દર્દીઓનો આંકડો 600ને પાર પહોંચતા તાત્કાલિક 50 બેડની વ્યવસ્થા ઉભી કરાઇ છે. સયાજી હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં બુધવારે માત્ર ઓક્સિજન માત્ર બે જ બેડ ખાલી રહેતા તંત્રમાં દોડધામ મચી હતી. ન્યૂ સર્જીકલ વિભાગમાં આવેલા B2 વોર્ડમાં 12 કલાકમાં જ 50 બેડ ઉભા કરવામાં આવ્યા છે. જ્યારે આગામી 12 કલાકમાં B1 વોર્ડમાં બીજા 50 બેડ ઉભા કરાશે.
તદુપરાંત 10 જેટલા વેન્ટિલેટર ને પણ કાર્યરત કરાશે.બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા તંત્ર બેબાકળુ બન્યું છે. બુધવારે ઓક્સિજન ના માત્ર 10 જ બેડ ખાલી રહ્યા હતા. બુધવારે ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો આંકડો 600 ક્રોસ કરી જતા હોસ્પિટલના સત્તાધીશોએ 7માં માળે તાત્કાલિક 50 બેડ વધાર્યા હતા. આગામી બે દિવસમાં બેડની સંખ્યાને 725 સુધી વધારવાની તૈયારી બતાવી છે. તદુપરાંત આ વીકમાં 850 જેટલા બેડ તૈયાર કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે.
બુધવારે પાયોનિયર હોસ્પિટલમાં ઓએસડી, કલેક્ટર અને ડીડીઓની મુલાકાત લીધી હતી.અહીં 100 દાખલ દર્દી પૈકી 10 વેન્ટીલેટર પર છે. પાયોનિયર હોસ્પિટલ કેમ્પસસમાં 750 બેડ તૈયાર કરવા આઇઓસીએલની સ્પોર્ન્સ કરવા તૈયારી છે. 4-5 દિવસમાં લીક્વીડ ઓક્સિજન ટેન્ક અને લાઇન ઇન્સ્ટોલ કરાશે. 200 આઇસીયુ બેઠ અને 120 વેન્ટીલેટરની સુવિધા ઉભી કરાશે.
SSGમાં દૈનિક 16 ટન ઓક્સિજનની ખપત થઇ રહી છે, જે માર્ચ કરતાં બમણી
સયાજી હોસ્પિટલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં રોજ 15 થી 16 મેટ્રિક ટન ઓક્સિજનની ખપત થાય છે. જે માર્ચ મહિના કરતા બમણી છે. રોજ 16 મેટ્રિક ટનની ઓક્સિજન ટેન્ક ભરવામાં આવે છે. જેનો વપરાશ દિવસભર થાય છે.
આઇસીયુ બેડ પર બુધવારે 79 દર્દી વધ્યા, શહેરની હોસ્પિટલોમાં હજી 762 બેડ ખાલી
શહેરની તમામ કોવિડ હોસ્પિટલમાં 762 ઓક્સિજન બેડ ખાલી રહ્યા છે. કુલ 9472 ની બેડની કેપેસીટી સામે બુધવારે 6762 બેડ ભરાઇ ગયા હતા. મંગળવારની સરખામણીએ બુધવારે એક જ દિવસમાં 258 દર્દીઓ વધ્યા છે. આઇસીયુ બેડ પર પણ બુધવારે 79 દર્દીઓ વધ્યા છે.
ખાનગીમાં ઓક્સિજન બેડની સ્થિતિ
બરોડા લાઈફ લાઈન | 6 |
બેન્કર્સ ઓ.પી રોડ. | 0 |
ભાઈલાલ અમીન. | 11 |
ધીરજ હોસ્પિટલ. | 76 |
ગુજરાત કિડની. | 10 |
જયુપીટર હોસ્પિટલ | 9 |
મુસ્લિમ મેડિકલ સેન્ટર | 2 |
પારુલ હોસ્પિટલ | 88 |
પ્રાણાયમ હોસ્પિટલ | 0 |
સવિતા હોસ્પિટલ | 4 |
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.