તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આશા:વિદેશ ભણવા જવા માગતા 5 હજારથી વધુ વિદ્યાર્થી વિઝાની રાહમાં, કેનેડા-યુકે માટે હવે મિડલ ઇસ્ટ નવો ગેટ વે બન્યો

વડોદરા3 મહિનો પહેલાલેખક: નેહલ વ્યાસ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સેકન્ડ વેવ બાદ ફ્લાઇટ અને વિઝા પ્રક્રિયા બંધ થતાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ અટવાયા
  • મસ્કતમાં 12 કલાક હોલ્ટ કરીને આરટીપીસીઆર ટેસ્ટ સાથે કેનેડાની ઉડાન ભરતા વિદ્યાર્થીઓ : અમેરિકાની એમ્બેસી શરૂ થતાં હાશકારો

કોરોના મહામારીના કારણે વિદેશ અભ્યાસ માટે જતા વડોદરાના 5 હજારથી વધુ વિદ્યાર્થી અટવાઇ ગયા છે. બીજી વેવના પગલે ઘણા દેશો દ્વારા ભારતની ફલાઇટ બંધ કરી છે અને વિઝાની કાર્યવાહી પણ હાલ પૂરતી સ્થગિત કરી છે. ત્યારે કેનેડા,યુકે જેવા દેશોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ વાયા મીડલ ઇસ્ટ થઇને પહોંચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

5 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે વિઝાની અને ફલાઇટ શરૂ થવાની રાહ જોઇ રહ્યાં છે. જેમાં 3 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ કેનેડા જવાવાળા છે. જો કે અમેરિકાએ એમ્બેસી શરૂ કરાતા હવે કેનેડા સહિત અન્ય દેશોની પણ એમ્બેસી અને વિઝા કાર્યવાહી શરુ થવાની શકયતાને પગલે વિદેશવાંચ્છુ વિઘાર્થીઓ નવી ટર્મથી અભ્યાસ શરૂ થવાની આશા સેવી રહ્યા છે.

દર વર્ષે વડોદરા શહેરમાંથી 6 થી 6 હજાર જેટલા વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે. હાલમાં વિદ્યાર્થીઓમાં કેનેડામાં સૌથી વધુ ફેવરિટ દેશ બન્યો છે. જે વિદ્યાર્થીઓના વિઝા આવી ગયા છે પંરતુ કેનેડાની સીધી ફલાઇટ બંધ હોવાથી વિદ્યાર્થીઓ વાયા મીડલ ઇસ્ટ થઇને કેનેડા તથા યુકે જેવા દેશમાં એન્ટ્રી મેળવી રહ્યા છે. મસ્કતમાં 12 કલાકનું રોકાણ લઇને ત્યાં આરટીપીસીઆર ટેસ્ટ નો રીપોર્ટ લઇને કેનેડા કે યુકે ની ધરતી પર પગ મૂકી રહ્યા છે.

ઘણા વિદ્યાર્થીઓ કેનેડા માટે જરૂરી ફીંગર પ્રિન્ટની પ્રક્રિયા માટે પણ દુબઇ જઇ રહ્યા છે. દુબઇમાં ફીંગર પ્રિન્ટની પ્રક્રિયા પૂરી કરીને વીઝાનો પ્રોસેસ પૂરો કરે છે. ત્યારબાદ તેઓ મીડલ ઇસ્ટના રસ્તે જ કેનેડા જઇ રહ્યા છે. જો કે કોરોનાને પગલે વિદેશની કોલેજોના ઇન્ટેક વિલંબમાં પડયા છે. તેમાંય સેકન્ડ વેવ આવતા વિદેશ જવા માગતા વડોદરા શહેરના 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ વિઝાની રાહ જોઇ રહ્યા છે. કેટલાકને અગાઉ વિઝા મળ્યા છે પરંતુ ફલાઇટ બંધ થઇ જતાં વિદેશની કોલેજમાં એડમિશન લીધા બાદ અટવાઇ ગયા છે.

વિદ્યાર્થીઓ વાયા મસ્કત થઇને કેનેડા જઇ રહ્યાં છે
હાલમાં કેનેડાની ફલાઇડ બંધ છે જે વિદ્યાર્થીને વિઝા મળી ગયા છે તે મસ્કતમાં 12 કલાકનો ક્વોરન્ટાઇન પિરીયડ પૂરો કરી આરટીપીસીઆર ટેસ્ટ કરાવી કેનેડા જાય છે. > જય રૂપારેલ,ડાયરેકટર, ગ્લોબલ કોલાઇન્સ

એમેરિકાની એમ્બેસી ખૂલી છે, હવે કેનેડાની પણ ખૂલશે
બે મહિના ઉપરાંતના સમયથી પ્રક્રિયા બંધ હતી જોકે હવે એમેરિકાએ એમ્બેસી ખોલી છે. ટૂંક સમયમાં કેનેડા પણ એમ્બસી ખોલશે જેથી આગામી સમયમાં વિદ્યાર્થીઓનેે રાહત થશે. > મનીષ શાહ,ડાયરેકટર, કાનન ઇન્ટરનેશનલ

કેનેડા ગયા પહેલાં જ કોર્સ ઓનલાઇન પૂરો થઇ ગયો
પ્રોજેકટ મેનેજમેન્ટ એન્વાયમેન્ટમાં પ્રવેશ લીધો હતો. વિઝા મળ્યા પરંતુ સેકન્ડ વેવમાં કેનેડા ગયા વગર કોર્સ પૂરો થઇ ગયો છે. હવે સપ્ટેમ્બર ઇનટેકમાં નવા કોર્સમાં એડમિશન લેવુ પડશે. > દેવર્શ જાની, વિદ્યાર્થી

જુલાઇમાં કેનેડાની ફલાઇટ કાર્યરત થવાની શકયતા
પાલિકાના ડો.દેવેશ પટેલના જણાવ્યા મુજબ ટૂંકમાં કોવિન પોર્ટલમાં વિદેશ જનારાને બીજો 28 દિવસ બાદ મળે તે માટે સુધારો કરાશેે. વિદેશ જનારા વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ એર ઇન્ડિયા દ્વારા 3 જુલાઈની દિલ્હી-કેનેડાની ફ્લાઇટની ટિકિટ અપાઇ છે. જેથી જુલાઇમાં ફલાઇટ કાર્યરત થવાની વકી છે.

અન્ય સમાચારો પણ છે...