તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર ત્રણ દિવસનો સમય બાકી છે, ત્યારે હજી સુધી મતદારોને પોતાના વોર્ડ અને મતદાન મથક અંગેની માહિતી આપતી મતદાન સ્લીપ પહોંચાડવામાં આવી નથી. તાજેતરમાં વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડનું સીમાંકન બદલાયું હોવાથી મતદાન મથકો પણ બદલાયા છે, જેના કારણે મતદાતાઓ સીમાંકન બાદ વોર્ડ અને મતદાન મથક મુદ્દે ગૂંચવાયેલા જોવા મળે છે. પરિણામે હજી સુધી લોકોને સ્લીપ ના મળતા અવઢવમાં મૂકાયા છે.
મતદાર યાદીમાં વાંધા કે દાવા રજૂ કરવા માટે મુદ્દત આપવામાં આવી નથી
આગામી 21 ફેબ્રુઆરીએ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. પાલિકાની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીને આખરી ઓપ આપવાની કવાયત લાંબા સમયથી શરૂ કરવામાં આવી હતી. તબક્કાવાર કાર્યવાહી હાથ ધરીને મતદારયાદી તૈયાર કરી હતી. વડોદરા શહેરની 76 બેઠકો માટે નવા સીમાંકન મુજબ ચૂંટણી યોજાવાની છે, પરંતુ હજી સુધી ફોટો પૂરવણી સહિતની સ્લીપ મતદારોને મળી નથી. અથવા મતદાર યાદીમાં વાંધા કે દાવા રજૂ કરવા માટે મુદ્દત આપવામાં આવી નથી.
કેટલીક વખત મતદારો દૂરના સ્થળે બુથ હોવાથી મતદાન કરવાનું ટાળે છે
સામાન્ય રીતે ચૂંટણીના દિવસે કેટલાક મતદારો જાગૃત થતા હોય છે, જેના કારણે મતદાર યાદીમાં તેમનું નામ છે કે, નહીં તે અગાઉ ચકાસણી કરી ન હોવાથી કેટલીક વખત મતદાન મથક પરથી મતદાર યાદીમાં નામ ના હોવાથી મત આપ્યા વિના પાછા આવી જવું પડે છે. આવું ન થાય તે માટે મતદારોએ મતદાર યાદીની ચકાસણી કરીને તેમનું તથા તેમના પરિવારના સભ્યોના નામ છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ. સામાન્ય રીતે ચૂંટણી સમયે જે-તે વિસ્તારમાં આવતા મતદાન મથકો યોગ્ય સ્થળે અને મતદારો સહેલાઇથી પહોંચી શકે તેવા બુથ પર જે-તે મતદારનું નામ હોવું જોઇએ. તેમ ન થતાં કેટલીક વખત મતદારો દૂરના સ્થળે બુથ હોવાથી મતદાન કરવાનું ટાળતા હોય છે.
મને હજી સુધી મતદાન સ્લીપ મળી નથી
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મારવાડી મહોલ્લામાં રહેતા બંસીલાલ ભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે, મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે હજી સુધી મતદાન સ્લીપ મને મળી નથી. અમે કયા વોર્ડમાં છીએ, તેમજ કયા મતદાન મથક પર મતદાન કરવા જવાનું તથા મતદાન યાદીમાં અમારા પરિવારનું નામ છે કે, નહીં સુધારા-વધારા કરવાના છે કે, નહીં તે બાબતે હજી સુધી કોઈ જાણકારી મળી નથી.
પાર્ટીઓએ સ્લીપો પહોંચાડી હોવાના દાવા કર્યાં
આ મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, મતદાન સ્લીપ ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી 70 ટકા પૂર્ણ થઇ ગઇ છે. બાકીની 30 ટકા કામગીરી પણ બે દિવસમાં પૂર્ણ થઇ જશે. જ્યારે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ ડો. વિજય શાહ મીટીંગમાં વ્યસ્ત હોય આ મામલે મહામંત્રી સુનિલભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વિસ્તારોમાં મતદાન સ્લીપ પહોંચાડવાની કામગીરી 100 ટકા પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે, હજી સુધી શહેરના મોટાભાગના વિસ્તારોમાં મતદાન સ્લીપ પહોંચી નથી તેવી બુમો ઉઠી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.