• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • With Campaigning In Full Swing, BJP Stalwarts Will Be Out To Woo Voters, AAP Congress Leaders Will Address Meetings With Door to door Campaigning.

વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:પ્રચાર પૂરજોશમાં, ભાજપના સંબિત પાત્રાના કોંગ્રેસ પર પ્રહાર, આપ-કોંગ્રેસના નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર સાથે સભાઓ સંબોધશે

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના સંબિત પાત્રા પત્રકાર પરિષદને સંબોધશે - Divya Bhaskar
ભાજપના સંબિત પાત્રા પત્રકાર પરિષદને સંબોધશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ત્યારે દરેક રાજકીય પક્ષના સ્ટાર પ્રચારકો દ્વારા પૂરજોશમાં પ્રચાર-પ્રસાર આરંભી દેવામાં આવ્યો છે. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઈ ગઈ છે. ત્યારે હવે ભાજપ દ્વારા બોલકા નેતા અને સ્ટાર પ્રચાર સંબિત પાત્રાની આજે સભાઓની સાથે સાથે મીડિયાને સંબોધન ગોઠવી દેવામાં આવ્યું છે. જો કે પાત્રાએ ચૂંટણી કમિશનરની નિમણૂંક પર કંઈ જ નિવેદન આપ્યું નહોતું. બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સાયલન્ટ રીતે ડોર ટુ ડોર કેમ્પેઈનની સાથે સાથે સભાઓ યોજવામાં આવી રહી છે.

આચારસંહિતા ભંગની ફરિયાદ
ડભોઇના કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ પર આચારસંહિતા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને ચૂંટણીપંચ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ બની ગયું છે. હવે ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરાઇ છે ત્યારે દિવસ પૂર્વે ડભોઇ વિધાનસભાના સ્થાનિક અને કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ વિધાનસભામાં આવેલ ભાયલી ગામે પોતાના સમર્થકો સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા તે દરમિયાન સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો.

10 ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન
વિધાનસભા ચૂંટણી-2022માં ચૂંટણી પંચ દ્વારા એનવાયરમેન્ટ ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવવા માટે સુચના આપી હતી. જે સુચનાના પગલે વડોદરા કલેક્ટર તંત્ર દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 10 પોલીંગ સ્ટેશનને ઈકો ફ્રેન્ડલી જાહેર કર્યાં છે. આખા રાજ્યમાં માત્ર વડોદરામાં ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશનમાં મતદાન શરૂ થાય તે પહેલા કર્મચારીઓ દ્વારા એક વૃક્ષ વાવવામાં આવશે ત્યાર પછી જ મતદાન શરૂ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આ પ્રયોગ માત્ર વડોદરામાં થવાનો છે.

એક વૃક્ષ રોપાશે
વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન એટલે લોકો પર્યાવરણ સાથે જોડાય તે મુખ્ય હેતું છે.જેથી અમે ઈકો ફ્રેન્ડલીની સમજ મતદાતાઓ સુધી પહોચે તે માટે શહેર-જિલ્લાના 10 ઈકો પોલીંગ બુથમાં કર્મચારીઓ પ્રવેશે તે પહેલા એક વૃક્ષનું રોપણ કરાવીશું.ઈકો ફ્રેન્ડલી પોલીંગ બુથમાં પ્લાસ્ટીકની ચીજવસ્તુઓનો ઉપયોગ નહી થાય. કાગળનો મહત્તમ ઉપયોગ થશે.

અન્ય સમાચારો પણ છે...