તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:RTEમાં 825 બેઠકો ઘટતાં પ્રવેશનો પ્રશ્ન ગંભીર બનશે

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4700 બેઠક હતી, હવે 3875 થઈ
  • 1 હજાર ફોર્મની ચકાસણીમાં 145 ફોર્મ રદ કરાયાં

કોરોનાના પગલે ગત વર્ષે ધો-‌1માં પ્રવેશ ઘટતાં સીધી અસર આરટીઇ પર પડી છે. ચાલુ વર્ષે આરટીઇમાં 825 જેટલી બેઠકોનો ઘટાડો થતાં પ્રવેશ સમસ્યા ગંભીર બનશે. 1 હજાર ફોર્મની ચકાસણી કરાઇ હતી, જેમાંથી 145 ફોર્મ રદ કરી દેવાતાં વાલીઓએ ડીઇઓ કચેરી ખાતે રજૂઆતો કરી હતી.

આરટીઇમાં ચાલુ વર્ષે 346 જેટલી સ્કૂલોમાં 3875 જેટલી બેઠકો છે, જેની સામે 8406 જેટલાં ફોર્મ ભરાયાં છે. ગત વર્ષે 355 જેટલી સ્કૂલો હતી અને 8500 જેટલાં ફોર્મ ભરાયાં હતાં, જેની સામે 4700 જેટલી બેઠકો હતી. જોકે ચાલુ વર્ષે 825 જેટલી બેઠકો ઘટી જવા પામી છે. જેના કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેશે. સ્કૂલોમાં ગત વર્ષના ધોરણ 1ના પ્રવેશને આધારે આરટીઇની બેઠકો નક્કી થતી હોય છે.

ગત વર્ષે કોરોના મહામારીના પગલે ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો, જેની સીધી અસર ચાલુ વર્ષે આરટીઇના પ્રવેશ પર પડી છે. જેથી ચાલુ વર્ષે 825 બેઠકનો ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...