• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • With 6 More Cases Of Corona In The Last 36 Hours, The Number Of Active Cases Dropped To 33, The City Could Complete 100 Percent Vaccination Today

કોરોના વડોદરા LIVE:આજે કોરોનાના નવા 4 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 30 થઇ, કુલ કેસની સંખ્યા વધીને 72,221 ઉપર પહોંચી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રથમ ડોઝના 100 ટકા રસીકરણમાં હવે માત્ર 945 લોકો બાકી છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં આજે કોરોનાના 4 નવા કેસ આવ્યા હતા. શહેરના દિવાળીપુરા, છાણી અને જેતલપુર વિસ્તારમાં આ કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 72,221 પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને 71,568 ઉપર પહોંચી ગઇ છે.

હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 30 છે
આજે રેકોર્ડબ્રેક 4,893 નમૂનાનું કોરોના માટે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 30 છે, જેમાંથી 1ને વેન્ટિલેટર પર અને 2ને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં કુલ ક્વોરન્ટીન દર્દીઓની સંખ્યા 68 પર પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા 5 મહિનાથી કોરોનાને લીધે સત્તાવાર એક પણ મોત નોંધાયું નથી.

રેલવે સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ બંધ
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન અને એસટી ડેપો ખાતે કોરોના અંગેના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરાઈ હતી. જોકે રવિવારે આ બંને જગ્યાએ કોઈ પણ પ્રકારનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું નહતું

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,776 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,221 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9685 પશ્ચિમ ઝોનમાં 12,035, ઉત્તર ઝોનમાં 11,833, દક્ષિણ ઝોનમાં 11,840, વડોદરા ગ્રામ્યમાં 26,776 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...