મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો:વડોદરા શહેરમાં ડેન્ગ્યુના નવા 33 કેસ સાથે કુલ કેસ 1 હજારને પાર, ચિકનગુનિયાના વધુ 19 કેસ નોંધાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મકરપુરા અને સયાજીગંજ અને ગ્રામ્યમાં વેમલીમાં નવા કેસ સામે આવ્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,031 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,394 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. બુધવારે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુના 33 નવા કેસ મળતા કુલ આંક 1024 ઉપર પહોંચી ગયો છે.

કોરોનાના વધુ 3 કેસ નોંધાયા
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત 3 કેસ નોંધાયા છે. બુધવારે શહેરમાં લેવાયેલા 1,116 નમૂનાઓમાંથી 3 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે બુધવારે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં મકરપુરા અને સયાજીગંજ અને ગ્રામ્યમાં વેમલીમાં નવા કેસ સામે આવ્યા છે. હાલ વડોદરા શહેરના વિવિધ હોસ્પિટલમાં 14 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે પૈકી વેન્ટિલેટર પર 1 અને ઓક્સિજન પર 1 દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાંથી 4 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. જેના પગલે ડિસ્ચાર્જનો આંકડો 71,394 પર પહોંચ્યો છે. મકરપુરા અને સયાજીગંજ વિસ્તારમાં 1-1 જ્યારે વડોદરા ગ્રામ્યના વેમલીમાં 1 કેસ નોંધાયો છે.

ડેન્ગ્યુના નવા 33 કેસ, ચિકનગુનિયાના 19 કેસ
વડોદરા શહેરને રોગચાળાએ પોતાના ભરડામાં લીધું છે. બુધવારે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડેન્ગ્યુના 33 નવા કેસ મળતા કુલ આંક 1024 થયો છે. વર્ષ 2019માં ડેન્ગ્યૂના કેસ એક હજારને પાર થયા હતા. 2 વર્ષ બાદ ફરી આવી સ્થિતિ સર્જાઇ છે. જ્યારે ચિકનગુનિયાના પણ 19 નવા દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અત્યાર સુધીમાં ચિકનગુનિયાના કુલ 551 કેસ નોંધાયા છે. બુધવારે એક જ દિવસમાં તાવના 408 અને ઝાડા ઉલ્ટીના 85 કેસ પાલિકાના ચોપડે નોંધાયા છે.

3 સાઈટને નોટિસ આપી
બુધવારે સવાદ વિસ્તારમાં એક મલેરિયા, પંચવટીમાં એક કમળાનો અને રામદેવનગરમાં એક ટાઇફોઇડનો કેસ નોંધાયો હતો. બુધવારે પાલિકાની 203 ટીમોએ શહેરના 36,245 મકાનોમાં તપાસ શરૂ કરી હતી. 14 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટમાં ચકાસીને 3 સાઈટને નોટિસ આપી હતી. બીજી તરફ 9 હોસ્ટેલ અને સ્કૂલમાં ચકાસણી કરી 2ને નોટિસ પાઠવી હતી.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,767 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,031 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9675 પશ્ચિમ ઝોનમાં 11,975, ઉત્તર ઝોનમાં 11,785, દક્ષિણ ઝોનમાં 11,792, વડોદરા ગ્રામ્યમાં 26,767 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

બુધવારે આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ
મકરપુરા, સયાજીગંજ

ગ્રામ્યઃવેમાલી

અન્ય સમાચારો પણ છે...