હવામાનમાં પલટો:વડોદરામાં સાંજે પવન ફૂંકાયો, જુદાજુદા ત્રણ વિસ્તારમાં ઝાડ પડ્યા

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
આકાશમાં વાદળો ગોરંભાયા.

વડોદરા શહરેના વાતાવરણમાં સાંજે પલટો આવ્યો હતો અને પવન ફૂંકાતા જુદાજુદા ત્રણ વિસ્તારોમાં ઝાડ પડ્યાનો બનાવો બન્યા હતા.

હોળી પ્રગટાવવાને માંડ બે કલાક જેટલો સમય રહ્યો હતો ત્યાં જ વડોદરા શહેરના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજે જોરદાર પવન ફૂંકાતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. તો બીજી તરફ શહેરના વાઘોડિયા રોડ, લહેરીપુરા પદ્યામતી શોપિંગ સેન્ટર પાસે અને રાજમહેલ રોડ વિજય ફરસાણની દુકાન પાસે ઝાડ પડ્યાના ફાયર બ્રિગેડને કોલ મળ્યા હતા.

એક તરફ ખરા ઉનાળાની શરૂઆત થઇ રહી છે ત્યારે જ રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ હવામાન પલટાયું છે. જેના કારણે ઘઉં, ચણા અને કેરીના પાકને નુકશાન થવાની ભીતી વર્તાઇ રહી છે.