પોલીસની અનોખી પહેલ:યુવાઓ સાથે વિવિધ રમતો રમશે, અર્ધલશ્કરી દળની પરીક્ષાની તાલીમ પણ આપશે

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા પોલીસ સુરક્ષા સોસાયટી અંતર્ગત પોલીસ યૂથ સ્પોર્ટ્સ ક્લબ શરૂ કરશે

મોટા ભાગના યુવાનોમાં પોલીસ માટે નકારાત્મકતા-ડર હોય છે. જોકે આવી ગેરસમજોને દૂર કરવા માટે વડોદરા પોલીસ વિભાગ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. સુરક્ષા સોસાયટી અંતર્ગત પોલીસ યૂથ સ્પોર્ટસ ક્લબ (PYSC) દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવશે. જેમાં પોલીસ કર્મચારીઓ યુવાઓ સાથે વિવિધ રમતો રમશે. એટલું જ નહીં યુવાઓની કારકિર્દીમાં મદદરૂપ પણ થશે. આ ઉપરાંત યુવાઓ નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ ન વળી જાય તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

પોલીસ યૂથ સ્પોર્ટસ ક્લબનો મુખ્ય હેતુ રમત-ગમતના માધ્યમથી પોલીસ અને પબ્લિક વચ્ચેનો સંબંધોને વધુ સારા બનાવવા માટેનો છે. પોલીસ પ્રજાની મિત્ર છે તે વિચાર સાથે આ ક્લબમાં રમતગમતનું આયોજન કરવામાં આવશે. યુવાઓ અને પોલીસ વચ્ચે વિચારોનું આદાન-પ્રદાનની પણ શક્યતાઓ રહેશે.

જે સલામત સમાજ માટે મહત્ત્વનું પુરવાર થાય તેવી શક્યતાઓ છે. આ ક્લબમાં જોડાનાર યુવક-યુવતીઓને રમત-ગમતની તક તો મળશે જ પણ સાથે સાથે પોલીસ અધિકારી-જવાનો દ્વારા પોલીસ અને અર્ધલશ્કરી દળોની ફિઝિકલ પરીક્ષાની તાલીમ પણ મેળવી શકશે. એટલું જ નહીં યુવા વર્ગ નકારાત્મક પ્રવૃત્તિઓ તરફ ન જાય તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવશે.

દરેક પોલીસ સ્ટેશનમાં 100 યુવતીઓ અને 150 યુવાઓને તક મળશે
પોલીસ યૂથ સ્પોર્ટ્સ ક્લબમાં દરેક પોલીસ સ્ટેશનમાંથી 250 યુવાઓને જોડવામાં આવશે. જેમાં 100 યુવતીઓ અને 1500 યુવાઓને તક મળશે. આ યુવાઓનું વયજૂથ 15 વર્ષથી 35 વર્ષનું હશે. વડોદરામાં હાલમાં 22 પોલીસ સ્ટેશન છે. એ ગણતરીએ ઓછામાં ઓછા 5500 યુવાઓ આ ક્લબના સભ્ય બને તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખા, એસઓજી શાખા, સાઇબર ક્રાઇમ
પોલીસ સ્ટેશન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...