• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Will Congress Be Able To Make A Dent In BJP's Stronghold? The Fate Of CM Bhupendra Patel, Hardik Patel, Yogesh Patel, Madhu Srivastava And Others Will Be Decided Today.

મધ્ય ગુજરાત મતગણતરી:61માંથી 55 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, અમદાવાદમાં 19 બેઠક પર ભાજપ, 2 બેઠક પર કોંગ્રેસનો વિજય

3 મહિનો પહેલા

મધ્ય ગુજરાતની 61 બેઠક પર ઈવીએમથી મતગણરી પૂર્ણ થઈ ગઈ છે. મધ્ય ગુજરાતની 61 બેઠકો પૈકી 55 બેઠક પર ભાજપ જીત્યું છે. 5 બેઠક પર કોંગ્રેસ જીત્યું છે. અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ છે. અમદાવાદમાં 19 બેઠક પર ભાજપ, 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. વડોદરા જિલ્લામાં ભાજપના બળવાખોરો હારી ગયા છે. વાઘોડિયામાં દબંગ નેતા અને અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ અને પાદરામાં અપક્ષ ઉમેદવાર દિનુ મામાની કારમી હાર થઈ છે. વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર અને યુવા નેતા હાર્દિક પટેલની વિરાટ જીત થઈ છે. વડોદરા શહેર અને જિલ્લાની 9 બેઠક પર ભાજપની જીત થઈ છે અને એક બેઠક પર અપક્ષની જીત થઈ છે. ભાજપના વાવાઝોડા સામે આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડાનો વિજય થયો છે.

મધ્ય ગુજરાતમાં કયા ઉમેદવાર આગળ

બેઠકઉમેદવારપાર્ટી
વિરમગામહાર્દિક પટેલભાજપજીત
સાણંદકનુ પટેલભાજપજીત
ઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલભાજપજીત
વેજલપુરઅમિત ઠાકરભાજપજીત
વટવાબાબુસિંહ જાદવભાજપજીત
એલિસબ્રિજઅમિત શાહભાાજપજીત
નારણપુરાજીતેન્દ્ર પટેલભાજપજીત
નિકોલજગદીશ પંચાલભાજપજીત
નરોડાપાયલ કુકરાણીભાજપજીત
ઠક્કરબાપાનગરકંચનબેનભાજપજીત
બાપુનગરદિનેશ કુશવાહભાજપજીત
અમરાઈવાડીહસમુખ પટેલભાજપજીત
દરિયાપુરકૌશિક જેનભાજપજીત
જમાલપુર-ખાડિયાઈમરાન ખેડાવાલાકોંગ્રેસજીત
મણિનગરઅમૂલ ભટ્ટભાજપજીત
દાણીલીમડા (SC)શૈલેષ પરમારકોંગ્રેસજીત
સાબરમતીહર્ષદ પટેલભાાજપજીત
અસારવા(SC)દર્શના વાઘેલાભાજપજીત
દસક્રોઈબાબુ જમનાભાજપજીત
ધોળકાકિરીટ ડાભીભાજપજીત
ધંધુકાકાળુ ડાભીભાજપજીત
વડોદરાસાવલીકેતન ઈનામદારભાજપજીત
વડોદરાવાઘોડિયાધર્મેન્દ્રસિંહ વાઘેલાઅપક્ષઆગળ
વડોદરાડભોઈશૈલેષ મેહતાભાજપજીત
વડોદરાવડોદરા સિટી (SC)મનીષા વકીલભાજપજીત
વડોદરાસયાજીગંજકેયૂર રોકડિયાભાજપજીત
વડોદરાઅકોટાચૈતન્ય દેસાઈભાજપજીત
વડોદરારાવપુરાબાલકૃષ્ણ શુક્લભાજપજીત
વડોદરામાંજલપુરયોગેશ પટેલભાજપજીત
વડોદરાપાદરાચૈતન્ય ઝાલાભાજપજીત
વડોદરાકરજણઅક્ષય પટેલભાજપજીત
આણંદખંભાતચીરાગ પટેલકોંગ્રેસ
આણંદબોરસદરમણ સોંલકીભાજપ
આણંદઆંકલાવઅમિતભાઇ ચાવડાકોંગ્રેસજીત
આણંદઉમરેઠગોંવિદ પરમારભાજપ
આણંદઆણંદયોગેશ પટેલભાજપ
આણંદપેટલાદકમલેશ પટેલભાજપ
આણંદસોજીત્રાવિપુલ કુમારભાજપ
ખેડામાતરકલ્પેશ પરમારભાજપ
ખેડાનડિયાદપંકજ દેસાઈભાજપ
ખેડામહેમદાવાદઅર્જુનસિંહ ચૌહાણભાજપ
ખેડામહુધાસંજયસિંહભાજપ
ખેડાઠાસરાયોગેન્દ્રસિંહ પરમારભાજપ
ખેડાકપડવંજઝાલા રાજેશકુમારભાજપજીત
મહીસાગરબાલાસિનોરમાનસિંહ ચૌહાણભાજપ
મહીસાગરલુણાવાડાગુલાબ સિંહકોંગ્રેસ
મહીસાગરસંતરામપુર(ST)કુબેરભાઈ ડિંડોરભાજપ
પંચમહાલશહેરાજેઠાભાઈ આહિરભાજપજીત
પંચમહાલમોરવાહડફ(ST)નિમિષા સુથારભાાજપજીત
પંચમહાલગોધરાસી.કે. રાઉલજીભાજપજીત
પંચમહાલકાલોલફતેસિંહ ચૌહાણભાજપ
પંચમહાલહાલોલજયદ્રથસિંહ પરમારભાજપ
દાહોદફતેપુરા(ST)રમેશ કટારાભાજપ
દાહોદઝાલોદ(ST)મહેશ ભૂરિયાભાજપ
દાહોદલીમખેડા(ST)શૈલેષ ભાભોરભાજપ
દાહોદદાહોદ (ST)કનૈયાલાલ કિશોરીભાજપજીત
દાહોદગરબાડા(ST)મહેન્દ્ર ભાભોરભાજપ
દાહોદદેવગઢબારિયાબચુભાઈ ખાવડભાજપ
છોટાઉદેપુરછોટાઉદેપુર (ST)રાજેન્દ્રસિંહ રાઠવાભાજપ
છોટાઉદેપુરપાવી જેતપુર(ST)જયંતિ રાઠવાભાજપજીત
છોટાઉદેપુરસંખેડા(ST)અભેસિંહ તડવીભાાજપજીત

5 ડિસેમ્બરે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં 64.82 ટકા મતદાન થયું હતું. આ પહેલા 2017ની ચૂંટણીમાં 69.69 ટકા મતદાન થયું હતું. આમ 2017ની ચૂંટણીની સરખામણીમાં મધ્ય ગુજરાતમાં 4.87 ટકા જેટલુ મતદાન ઘટ્યું છે. મધ્ય ગુજરાતમાં વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ, ઘાટલોડિયા બેઠક પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાલોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવના પરિણામો પર સૌ કોઈની નજર છે. આ ઉપરાંત પંચમહાલની મોરવાહડફ બેઠક પર મંત્રી નિમિષાબેન સુથારના ભાવિનો પણ ફેંસલો થશે. આજે મધ્ય ગુજરાતના તમામ 61 બેઠકના ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષોના ઉમેદવારોના ભાવિ EVMમાંથી ખુલશે.

મધ્ય ગુજરાતની 2017ની સ્થિતિ પર નજર
2017માં મધ્ય ગુજરાતની 37 બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. 22 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે 2 બેઠક પર અપક્ષોની જીત થઈ હતી. અમદાવાદ જિલ્લાની 21 બેઠકો પૈકી 15 બેઠક ભાજપે અને 6 બેઠક કોંગ્રેસે જીતી હતી. વડોદરા જિલ્લાની 10 બેઠકો પૈકી 8 બેઠકો ભાજપે કબજે કરી હતી અને 2 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. આણંદ જિલ્લાની 7 બેઠકો પૈકી 5 બેઠક પર કોંગ્રેસ અને 2 બેઠક પર ભાજપની જીત થઈ હતી. ખેડા જિલ્લાની 6 બેઠક પૈકી 3 બેઠક પર કોંગ્રેસ અને 3 બેઠક પર ભાજપની જીત થઈ હતી. દાહોદ જિલ્લાની 3 બેઠકો પર કોંગ્રેસ તો 3 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. પંચમહાલ જિલ્લાની 5 બેઠકો પૈકી 4 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ હતી. અહીં કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શક્યુ નહોતું. છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકોમાંથી 1 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. મહીસાગર જિલ્લાની 3 બેઠક પૈકી 1 બેઠક પર ભાજપ, 1 પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષની જીત થઈ હતી.

મધ્ય ગુજરાતમાં 2017 અને 2022ની મતદાનની ટકાવારી

જિલ્લો2017નું મતદાન2022નું મતદાન
અમદાવાદ69.59%59.05%
વડોદરા70.27%65.83%
આણંદ76.04%68.42%
ખેડા71.63%68.55%
મહીસાગર68.86%61.69%
પંચમહાલ72.76%68.44%
દાહોદ75%60.07%
છોટાઉદેપુર71.82%66.54%
કુલ69.69%64.82%

વિરમગામ બેઠક પર હાર્દિકના ભાવિનો ફેંસલો
વિરમગામ બેઠક પર 2017માં કોંગ્રેસના લાખાભાઇ ભરવાડ વિજયી બન્યાં હતા, પરંતુ આ વખતે ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોર છે. આ બેઠક પર ઠાકોર સમાજ પ્રભુત્વ ધરાવે છે. તેની સાથે દલિત, મુસ્લિમ તેમ જ ભરવાડ અને કોળી સમાજના મતો છે. આ મતો અત્યારસુધી કોંગ્રેસને સીધા મળતા હતા, પરંતુ, આ વખતે ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોર છે. આમ, કોંગ્રેસના મળતા મતો વિભાજિત થશે.

ઘાટલોડિયા બેઠક પર CMની જીત નિશ્ચિત
ઘાટલોડિયાની બેઠક ભાજપનો ગઢ છે. આ બેઠક પર ભાજપ વર્ષોથી વિજેતા બને છે. એમાંય વળી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બેઠક પર ઊભા હોવાથી જીત નિશ્ચિત છે. ભાજપ આ બેઠક પર માત્ર લીડ વધારવા જ મહેનત કરી રહ્યો છે. આ વિસ્તાર પહેલાં સરખેજ મતક્ષેત્રમાં હતો, ત્યારે પણ ભાજપ જ વિજયી બનતો હતો. 2012થી ઘાટલોડિયા બેઠક અલગ પડી હતી, પરંતુ એ પછી પણ લાગલગાટ વિધાનસભા કે લોકસભાની બેઠક ભાજપ જ અંકે કરે છે. જેથી તેનું જોર વધુ છે. તેની સામે કોંગ્રેસનાં અમીબેન યાજ્ઞિક અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજય પટેલ છે. તેઓ પાટીદાર હોવાને કારણે થોડાઘણા વોટ તોડી શકે છે, પણ મનમાં હાર ભાળી ગયા હોય એમ તેમની મહેનત વિસ્તારમાં પ્રમાણમાં ઓછી દેખાય છે. બંને પક્ષના ઉમેદવારોએ એકમાત્ર રોડ શો કરીને સંતોષ વ્યક્ત કર્યો છે.

જમાલપુર-ખાડિયા બેઠક પર સૌ-કોઈની નજર
જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપમાંથી ભૂષણ ભટ્ટ, કોંગ્રેસમાંથી ઇમરાન ખેડાવાલા તથા આમ આદમી પાર્ટીમાંથી હારુન કુરેશીએ ઝુંકાવ્યું છે. આ બેઠક પહેલાં ખાડિયા એકલાની હતી. હિન્દુત્વની હવા હોવાથી ત્યાં વર્ષોથી ભૂષણના પિતા અશોક ભટ્ટ ચૂંટાઇ આવતા હતા, પરંતુ સીમાંકન બાદ આ બેઠક જમાલપુર વિસ્તાર ભળી જવાથી હાલ મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ વધી ગયું છે. ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટને કોંગ્રેસના હાલના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ હરાવીને વિજયી થયા હતા. આ ઉમેદવાર ફરી એકવાર સામસામે આવ્યા છે, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હારુન કુરેશી ઉપરાંત ઔવેસીની પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબીર કાબલીવાલાએ પણ ઝુંકાવ્યું છે, જેથી મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થશે એવું મનાઇ રહ્યું છે, પરંતુ ઇમરાન ખેડાવાલાની કામગીરીથી સ્થાનિક રહીશોને સંતોષ છે.

યોગેશ પટેલ ફરીથી જીતશે?
માંજલપુર બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્ય યોગેશ પટેલને 8 રિપીટ કરવામાં આવ્યા છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ડો. તશ્વિનસિંહ છે. કોંગ્રેસના ઉમેદવાર એન.સી.પી.માંથી કોંગ્રેસમાં આવેલા છે. તેમના ઉમેદવાર જાહેર કરતાં કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોમાં ભારે નારાજગી છે. BJPના ઉમેદવાર 76 વર્ષના હોવા છતાં મતદારો ઉમેદવાર તો ઠીક ભાજપને જોઈ મત આપશે.

સાવલીમાં કાંટે કી ટક્કર
સાવલી બેઠક પર કાંટે કી ટક્કર બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવેલા કેતન ઇનામદાર સામે કોંગ્રેસે ક્ષત્રિય આગેવાન કુલદીપસિંહ રાઉલજીને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે સાવલી બેઠકના મતદારો પરિવર્તન લાવવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. સાવલી બેઠક પર માત્ર ક્ષત્રિય મતદારો જ નહીં, પરંતુ, અન્ય જ્ઞાતિના મતદારો પણ પરિવર્તન લાવવાના મૂડમાં છે. સાવલી તાલુકાના મતદારો મૌન સેવીને બેઠા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને એકસરખો જ આવકાર પણ આપી રહ્યા છે. કોંગ્રેસમાંથી કોઈ રાષ્ટ્રીય નેતા પ્રચારમાં આવ્યો નથી. માત્ર કોંગ્રેસ ઉમેદવાર સ્થાનિક કાર્યકરોને સાથે રાખી પ્રચાર કરી રહ્યા છે. જ્યારે બે વખત સાવલી બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપના ઉમેદવારને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સભા કરવા માટે બોલાવવાની ફરજ પડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 2017માં આ બેઠક પર ભાજપના કેતન ઇનામદાર જીત્યા હતા.

મધુ શ્રીવાસ્તવનું શું થશે?
વાઘોડિયા બેઠક પર એક ભાજપના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ અને અપક્ષ તરીકે બીજા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલને જીતવું મુશ્કેલ થઈ ગયું છે. વાઘોડિયા બેઠક જાળવી રાખવા માટે જિલ્લા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જોકે જે રીતે વાઘોડિયામાં ચૂંટણીપ્રચાર જોતાં અને મતદારોનો મૂડ જોતાં આ બેઠક ભાજપ માટે જીતવી મુશ્કેલ છે. આ બેઠક નસીબનો બળિયો જ મેદાન મારી જશે એમ હાલના તબક્કે જણાઇ રહ્યું છે. વાઘોડિયા બેઠકના ઉમેદવારોમાં મોંઘવારી, બેરોજગારી તેમજ વિકાસના મુદ્દાને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2017માં આ બેઠક પર ભાજપના મધુ શ્રીવાસ્તવ જીત્યા હતા.

શૈલેષ સોટ્ટાની હાર કે જીત?
ડભોઈ બેઠકના મતદારોમાં મોંઘવારી અને બેરોજગારીના પ્રશ્ને સામે ભારે રોષ છે. આ ઉપરાંત ડભોઇ બેઠક પર કોંગ્રેસે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ મહેતા (સોટ્ટા) પાતળી સરસાઇથી જીત્યા હતા. ડભોઇ બેઠક પણ નબળી બેઠકની યાદીમાં મુકાઈ હોવાથી બેઠકને ઉગારી લેવા માટે કટ્ટર હિંદુવાદી નેતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પ્રચાર માટે લાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ બેઠક પર એક વખત ભાજપ અને એક વખત કોંગ્રેસના ઉમેદવાર જીતતો હોવાની પરંપરા ચાલી રહી છે. આ બેઠકના ઉમેદવારોમાં મોંઘવારી, બેરોજગારી તેમજ વિકાસના મુદ્દાને લઇ ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2017માં આ બેઠક પર ભાજપના શૈલેષ સોટ્ટા જીત્યા હતા.

પાદરામાં દિનુ મામા ભાજપનો ખેલ બગાડશે!
પાદરાની બેઠક કોંગ્રેસ પાસે છે. આ બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય જસપાલસિંહ ઠાકોર (પઢિયાર) છે. ભાજપમાંથી ટિકિટ ન મળતાં ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ(દિનુ મામા) બળવો કરી અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધો જંગ છે. ભાજપ દ્વારા ક્ષત્રિય ઉમેદવાર ચૈતન્યસિંહ ઝાલાને મેદાનમાં ઉતાર્યા છે.

આંકલાવમાં અમિત ચાવડાનું વર્ચસ્વ
કોંગ્રેસના પ્રદેશ મોવડી મંડળના સભ્ય અમિત ચાવડાની આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવારી કરાવી છે. બીજી તરફ ભાજપના સાંસદ મિતેષ પટેલ આંકલાવ વિધાનસભામાં આવતા વાસદ ગામના વતની હોવાથી આ બેઠક જીતવી મિતેશ પટેલ માટે શાખનો સવાલ છે તેમજ ભાજપનું પણ અપેક્ષાભર્યું વલણ છે કે આ બેઠક ભાજપના ગુલાબસિંહ પઢિયાર જીતી શકે અને એટલે જ ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. અમિત ચાવડાનું સ્થાનિક નેતૃત્વ અને કોંગ્રેસનું સિમ્બોલ હંમેશાં કોંગ્રેસ અને ઉમેદવારને સફળતા અપાવી રહી છે ત્યારે ભાજપ પાસે અત્યાર સુધી મજબૂત વર્ચસ્વ ધરાવતા ઉમેદવાર ના હોવાથી આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસના ફાળે જાય છે. ક્ષત્રિય મતદારો નિર્ણાયક ભૂમિકામાં હોવા છતાં ભાજપ આ બેઠક જીતશે કે હારશે તે કહેવું આજે પણ મુશ્કેલ છે.

કાલોલમાં પ્રભાતસિંહ જીતશે?
કાલોલ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ છે. આ બેઠક પર પીઢ રાજકારણી અને કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ અને ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ મેદાનમાં છે, પણ પલડું કોંગ્રેસના પ્રભાતસિંહ ચૌહાણનું ભારે છે. આ વિસ્તારમાં તેમની ખૂબ જબરદસ્ત પક્કડ છે. અહીંના મતદારો પાર્ટી નહીં, પણ વ્યક્તિગત સંબંધોને ધ્યાનમાં લે છે. તેઓ મૂળ કોંગ્રેસના હતા, પણ 2002માં નરેન્દ્ર મોદી તેમને ભાજપમાં લઈને આવ્યા હતા. તેઓ ગુજરાત સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યાર બાદ બે વખત સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. જોકે વર્ષ 2014માં ભાજપે તેમને ફરી સાંસદની ટિકિટ ન આપતાં તેમણે નારાજ થઈને પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો.

મંત્રી નિમિષાબેનનું ભાવિ ખુલશે
મોરવાહડફ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પર કાંટે કી ટક્કર છે. આ બેઠક પર ભાજપમાંથી મંત્રી નિમિષાબેન સુથાર અને કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય સવિતાબેન ખાંટનાં પુત્રવધૂ સ્નેહલતાબહેન ખાંટ મેદાનમાં છે. મોરવાહડફ સીટ પર એક પરંપરા રહી છે કે અહીં સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જ જીતતા આવ્યા છે અને પેટાચૂંટણીમાં ભાજપ જીતતો આવ્યો છે. મોરવાહડફ સીટ પર ખાંટ પરિવારનો ખૂબ પ્રભાવ છે. વર્ષ 2013ની પેટાચૂંટણીમાં ભાજપે નિમિષાબેન સુથારને ટિકિટ આપી હતી અને તેઓ 15 હજાર મતથી ચૂંટણી જીત્યાં હતાં. આમ છતાં ભાજપે 2017માં તેમને ટિકિટ આપી નહોતી અને ભાજપના વિક્રમસિંહ ડિંડોરનો 4 હજાર મતથી પરાજય થયો હતો. ભાજપે ફરી 2021ની પેટાચૂંટણીમાં નિમિષાબેન સુથારને ઉતાર્યાં અને તેમનો કોંગ્રેસના સુરેશ કટારા સામે 45 હજાર મતથી વિજય થયો હતો.

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોહનસિંહ પુત્ર જીતશે?
10 વખતના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ જતાં છોટાઉદેપુર સીટનાં સમીકરણો બદલાઈ ગયાં છે. પુત્રને ટિકિટ ન આપતાં મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપ જોઈન કરી લીધી હતી. ભાજપે તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ટિકિટ પણ આપી દીધી હતી. જોકે ભાજપે કોંગ્રેસના આયાતી ઉમેદવારને ટિકિટ આપતાં વર્ષોથી પાર્ટીની સેવા કરતા સ્થાનિક કાર્યકરોમાં અંદરખાને નારાજગી વ્યાપી હતી. એને લઈને બે દિવસ પહેલાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મિટિંગ કરી હતી. બીજી તરફ કોંગ્રેસે પૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે.

2017માં અમદાવાદ જિલ્લામાં કોની જીત
જો વર્ષ 2017માં અમદાવાદ જિલ્લાની વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે તો 2017ની ચૂંટણીમાં વિરમગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડની જીત થઈ હતી. સાણંદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કનુ મકવાણા જીત્યા હતા. ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભુપેન્દ્ર પટેલ જીત્યા હતા. વેજલપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિશોર ચૌહાણ જીત્યા હતા. વટવા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજા જીત્યા હતા. એલિસબ્રિજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાકેશ શાહ જીત્યા હતા. નારાણપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૌશિક પટેલ જીત્યા હતા. નિકોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલ જીત્યા હતા. નરોડા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બલરામ થાવાણી જીત્યા હતા. ઠક્કરબાપાનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર વલ્લભભાઈ કાકડિયાની જીત થઈ હતી.

આ સાથે બાપુનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ જીત્યા હતા. અમરાઈવાડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ જીત્યા હતા. દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ જીત્યા હતા. જમાલપુર-ખાડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા જીત્યા હતા. મણિનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુરેશ પટેલની જીત્યા હતા. દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમાર જીત્યા હતા. સાબરમતી બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ જીત્યા હતા. અસારવા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રદીપ પરમાર જીત્યા હતા. દસક્રોઈ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બાબુ જમના પટેલ જીત્યા હતા. ધોળકા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા જીત્યા હતા. તો ધંધુકા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજેશ કોલીની જીત થઈ હતી.

વડોદરા શહેરમાં 2017ની સ્થિતિ
વડોદરા સિટી બેઠક પર 2017ની ચૂંટણીમાં મનિષા વકીલનો વિજય થયો હતો. સયાજીગંજ બેઠક જીતેન્દ્ર સુખડિયા જીત્યા હતા. જોકે, તેઓ આ વખતે ચૂંટણી લડી રહ્યા નથી. રાવપુરા બેઠક પર રાજેન્દ્ર ત્રિવેદી જીત્યા હતા. તેઓ પણ ચૂંટણી લડી રહ્યા નથી. માંજલપુર બેઠક પર યોગેશ પટેલ જીત્યા હતા અને અકોટા બેઠક પર સીમાબેન મોહિલે જીત્યા હતા. પણ આ વખતે ભાજપે તેમને ટિકિટ આપી નથી. વડોદરા શહેરની માંજલપુર બેઠક પર સિટીંગ ધારાસભ્ય યોગેશ પટેલ છેલ્લી ઘડીએ ટિકિટ મેળવીને ટિકિટ લડી રહ્યા છે, આઠમી ટર્મમાં 'કાકા' જીતીને ફરી ધારાસભ્ય બનશે કે નહીં તેની પર સૌ-કોઈની નજર છે. આ ઉપરાંત સયાજીગંજ બેઠક પર વડોદરા શહેરના વર્તમાન મેયર અને ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયા અને કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત વચ્ચે કાંટે કી ટક્કર છે. અકોટા બેઠક પર ભાજપના ઉમેદવાર ચૈતન્ય દેસાઈ અને કોંગ્રેસના ઋત્વિજ જોષીમાંથી કોણ જીતશે તે પણ જોવુ રસપ્રદ રહેશે. રાવપુરા બેઠક પર બાળકૃષ્ણ શુક્લ અને સંજય પટેલ વચ્ચે ખાસ ટક્કર જોવા મળી રહી નથી. છેલ્લે વડોદરા શહેર બેઠક પર રાજ્યકક્ષામંત્રી અને ભાજપના ઉમેદવાર મનિષા વકીલ અને કોંગ્રેસના ઉમદવાર ગુણવંતરાય પરમાર લડી રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં કોણ મારશે બાજી
મહિસાગર જિલ્લામાં કુલ 8 લાખ 14 હજાર 937 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 5 લાખ 2 હજાર 715 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની ત્રણ બેઠકો પર સરેરાશ 61.69 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 66.86 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 5.17 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. મહીસાગર જિલ્લામાં 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ફાળે એક એક બેઠક ગઈ હતી. જેમાં બાલાસિનોર બેઠક પર કોંગ્રેસના અજિતસિંહ ચૌહાણ, લુણાવાડા બેઠક પર અપક્ષના રતનસિંહ રાઠોડ અને સંતરામપુર (ST) બેઠક પર ભાજપના કુબેરભાઈ ડિંડોરની જીત થઈ હતી.

ખેડામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર
ખેડા જિલ્લામાં કુલ 16 લાખ 1 હજાર 829 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2022ની ચૂંટણી જંગમાં 10 લાખ 93 હજાર 821 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાની 6 બેઠકો પર સરેરાશ 62.65 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં આ ટકાવારી 72 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 10 ટકા જેટલો ઘટાડો થયો છે. ખેડા જિલ્લામાં વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને સમાન બેઠક મળી હતી. 6 બેઠક પૈકી 3 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો. વર્ષ 2017માં જોઈએ તો માતર બેઠક પર ભાજપની જીત થઈ હતી. ભાજપના કેસરીસિંહ સોલંકીનો વિજય થયો હતો. નડિયાદ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે આ બેઠક પર સતત 5 ટર્મથી ભાજપના પંકજ દેસાઈ ચૂંટાતા આવ્યાં છે. ત્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં પણ તેઓ જીત્યા હતા. મહેમદાબાદ બેઠક પર ભાજપના અર્જુનસિંહ ચૌહાણ જીત્યાં હતા. મહુધા બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો. આ બેઠક પર કોંગ્રેસના ઈન્દ્રજીત પરમારની જીત થઈ હતી. ઠાસરા બેઠક પર કોંગ્રેસના કાંતિ પરમારની જીત થઈ હતા. 2002ને બાદ કરતા આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે. જેથી આ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કપડવંજ બેઠક પણ કોંગ્રેસના કાળાભાઈ ડાભીએ જીત મેળવી હતી.

આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ
આણંદ જિલ્લામાં કુલ 17 લાખ 66 હજાર 177 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 12 લાખ 08 હજાર 347 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાની 7 બેઠક પર સરેરાશ 68.42 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં આ ટકાવારી 71.82 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 3 ટકા જેટલો ઘટાડો થયો છે. આણંદ જિલ્લામાં વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. જિલ્લાની 7 પૈકી 5 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે બે બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો મજબુત જોવા મળ્યો હતો. માત્ર ખંભાત અને ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવારો બેઠક કબજે કરવામાં સફળ થયા હતા. બાકીની તમામ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. ખંભાત બેઠક પર ભાજપના મહેશ રાવલ જીત્યાં હતા. બોરસદ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્ર સિંહ પરમાર વિજેતા થયા હતા. આંકલાવ બેઠક પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જીત્યા હતા. ઉમરેઠ બેઠક મેળવવામાં ભાજપ સફળ થયું હતું. આ બેઠક પર ભાજપના ગોવિંદ પરમારની જીત થઈ હતી. આણંદ બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો. કોંગ્રેસના કાંતિ સોઢાપરમાર આ બેઠક પરથી જીત્યા હતા. પેટલાદ બેઠક પર કોંગ્રેસના નિરંજન પટેલે ભાજપના સી.ડી.પટેલને હરાવી જીત મેળવી હતી. સોજીત્રા બેઠક પર કોંગ્રેસના પૂનમ પરમારની ફરી જીત થઈ હતી.

પંચમહાલમાં મંત્રીની શાખ દાવ પર લાગી
પંચમહાલ જિલ્લામાં કુલ 13 લાખ 41 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 8 લાખ 89 હજાર 800 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ 68.44 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 70.96 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.52 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. પંચમહાલ જિલ્લામાં 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો હતો. પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસની જગ્યાએ અપક્ષને એક બેઠક મળી હતી. જ્યારે ભાજપના ફાળે 4 બેઠક ગઈ હતી. શહેરા, ગોધરા, કાલોલ અને હાલોલમાં ભાજપની જ્યારે મોરવા હડફ (ST) અપક્ષના ફાળે ગઈ હતી. જો કે, મોરવા હડફ (ST) અપક્ષના ધારાસભ્યએ ટર્મ પૂરી થાય તે પહેલા જ રાજીનામું આપી દેતા અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના નિમિષાબેન સુથારનો વિજય થયો હતો.

દાહોદમાં પણ કાંટે કી ટક્કર
દાહોદ જિલ્લામાં કુલ 15 લાખ 85 હજાર 003 મતદારો નોંધાયા હતા. જેમાંથી 9 લાખ 52 હજાર 093 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેથી જિલ્લાની 6 બેઠક પર સરેરાશ 60.07 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં 66.84 ટકા મતદાન થયું હતું. તેની સરખામણીમાં આ વખતે 6 ટકા જેટલો મતદાનમાં ઘટાડો થયો છે. દાહોદ જિલ્લામાં 2017ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બન્ને માટે સમાન રહી હતી. જિલ્લાની 6 બેઠક પૈકી 3 બેઠક પર કોંગ્રેસે તેમજ 3 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં ફતેપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારાની જીત થઈ હતી. ઝાલોદ બેઠક પર કોંગ્રેસે કબજો મેળવ્યો હતો. આ બેઠક કોંગ્રેસના ભાવેશ કટારાની જીત થઈ હતી. લીમખેડા બેઠક ભાજપે કબજે કરી હતી, આ બેઠક પર ભાજપના શૈલેષ ભાભોરની જીત થઈ હતી. લીમખેડા બેઠક પર પણ ભાજપની જીત થઈ હતી. ભાજપના શૈલેષ ભાભોરની જીત થઈ હતી. ગરબાડા બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો. આ બેઠક પર કોંગ્રેસના ચંદ્રિકાબેન બારિયાની જીત થઈ હતી. દેવગઢ બારિયા બેઠક પર ભાજપના બચુભાઈ ખાબડની જીત થઈ હતી. છેલ્લી બે ટર્મથી બચુભાઈ ખાબડ ભાજપ તરફથી જીતતા આવ્યાં છે અને મંત્રી પણ બન્યા છે.

ખેડામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર
ખેડા જિલ્લામાં કુલ 16 લાખ 1 હજાર 829 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2022ની ચૂંટણી જંગમાં 10 લાખ 93 હજાર 821 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાની 6 બેઠકો પર સરેરાશ 62.65 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં આ ટકાવારી 72 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 10 ટકા જેટલો ઘટાડો થયો છે. ખેડા જિલ્લામાં વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને સમાન બેઠક મળી હતી. 6 બેઠક પૈકી 3 બેઠક પર ભાજપ અને 3 બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો. વર્ષ 2017માં જોઈએ તો માતર બેઠક પર ભાજપની જીત થઈ હતી. ભાજપના કેસરીસિંહ સોલંકીનો વિજય થયો હતો. નડિયાદ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે આ બેઠક પર સતત 5 ટર્મથી ભાજપના પંકજ દેસાઈ ચૂંટાતા આવ્યાં છે. ત્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં પણ તેઓ જીત્યા હતા. મહેમદાબાદ બેઠક પર ભાજપના અર્જુનસિંહ ચૌહાણ જીત્યાં હતા. મહુધા બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો. આ બેઠક પર કોંગ્રેસના ઈન્દ્રજીત પરમારની જીત થઈ હતી. ઠાસરા બેઠક પર કોંગ્રેસના કાંતિ પરમારની જીત થઈ હતા. 2002ને બાદ કરતા આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે. જેથી આ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કપડવંજ બેઠક પણ કોંગ્રેસના કાળાભાઈ ડાભીએ જીત મેળવી હતી.

આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ
આણંદ જિલ્લામાં કુલ 17 લાખ 66 હજાર 177 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 12 લાખ 08 હજાર 347 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાની 7 બેઠક પર સરેરાશ 68.42 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં આ ટકાવારી 71.82 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 3 ટકા જેટલો ઘટાડો થયો છે. આણંદ જિલ્લામાં વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. જિલ્લાની 7 પૈકી 5 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે બે બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો મજબુત જોવા મળ્યો હતો. માત્ર ખંભાત અને ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવારો બેઠક કબજે કરવામાં સફળ થયા હતા. બાકીની તમામ બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. ખંભાત બેઠક પર ભાજપના મહેશ રાવલ જીત્યાં હતા. બોરસદ બેઠક પર કોંગ્રેસના રાજેન્દ્ર સિંહ પરમાર વિજેતા થયા હતા. આંકલાવ બેઠક પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જીત્યા હતા. ઉમરેઠ બેઠક મેળવવામાં ભાજપ સફળ થયું હતું. આ બેઠક પર ભાજપના ગોવિંદ પરમારની જીત થઈ હતી. આણંદ બેઠક પર કોંગ્રેસે કબજો કર્યો હતો. કોંગ્રેસના કાંતિ સોઢાપરમાર આ બેઠક પરથી જીત્યા હતા. પેટલાદ બેઠક પર કોંગ્રેસના નિરંજન પટેલે ભાજપના સી.ડી.પટેલને હરાવી જીત મેળવી હતી. સોજીત્રા બેઠક પર કોંગ્રેસના પૂનમ પરમારની ફરી જીત થઈ હતી.

છોટાઉદેપુરની 3 બેઠકો પર કાંટે કી ટક્કર
છોટા ઉદેપુર જિલ્લામાં કુલ 8 લાખ 18 હજાર 885 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 5 લાખ 44 હજાર 879 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની ત્રણ બેઠકો પર સરેરાશ 66.54 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 69.84 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 3.3 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. ત્રણ બેઠકમાંથી 2 કોંગ્રેસ અને 1 બેઠક ભાજપને ફાળે ગઈ હતી. જેમાં છોટા ઉદેપુર (ST) બેઠક પર કોંગ્રેસના મોહનસિંહ રાઠવા અને પાવી જેતપુર (ST) બેઠક પર સુખરામભાઈ રાઠવાનો વિજય થયો હતો. જ્યારે સંખેડા (ST) બેઠક પર ભાજપના અભેસિંહ તડવીની જીત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...