એમએસ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના ટીવાયબીકોમના વિદ્યાર્થીઓની પરીક્ષા 13 થી 21 મે વચ્ચે લેવાશે. જે બે વર્ષ પછી પ્રથમ વખત ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા સીએ ઈન્ટરમિડિયેટની પરીક્ષાની તારીખો પણ 15 થી 30 મે વચ્ચે લેવાનાર છે. જેથી સીએના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.
વિદ્યાર્થીઓ ટીવાયમાં 700 થી 800 વિદ્યાર્થી એવાં છે જે સીએનો અભ્યાસ કરી રહ્યાં છે. કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.કેતન ઉપાધ્યાયે જણાવ્યું કે, 13 મે થી 21 મે વચ્ચે ટીવાયની પરીક્ષા પૂર્ણ કરવાની છે. જેથી તેમનું એસેસમેન્ટ જલ્દી થઈ શકે. યુનિવર્સિટીના શિક્ષકોનું 16 મે થી વેકેશન શરૂ થનાર હતું, પરંતુ પરીક્ષા લંબાવાથી વેકેશનમાં એક અઠવાડિયાનો સમય ઓછો થઈ ગયો છે.
વિદ્યાર્થીઓ પાસે હવે ત્રણ વિકલ્પો છે, ક્યાં તો વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પરીક્ષા ન આપે અથવા તો સીએની પરીક્ષા ન આપે. તેમજ યુનિવર્સિટીના પેપરનો અને સીએની પરીક્ષાનો સમય અલગ- અલગ છે, તેથી વિદ્યાર્થીઓ જાતે મેનેજ કરીને બંને પરીક્ષાઓ પણ આપી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.