સ્વચ્છ સર્વેક્ષણ:તા.23મી સુધી પ્રતિભાવ આપી શકશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ઝુંબેશ

ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગ, જળ શક્તિ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ ભારત સરકાર દ્વારા નિયુક્ત કેન્દ્રીય એજન્સી મારફતે વડોદરા જિલ્લાના તમામ ગામોમાં 25 મી ઓક્ટોબરથી 23 ડીસેમ્બર સુધી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ -2021 નો પ્રારંભ કરા્યો છે.

સ્વચ્છ ભારત મિશનની કામગીરી નિયત ગુણાંકોના આધારે સ્વચ્છતાના સ્તરનું કુલ 1 હજાર ગુણમાથી મૂલ્યાંકન કરાશે. આ સર્વેક્ષણમાં નાગરિકો ઓનલાઇન મોબાઇલ એપના માધ્યમથી પણ પોતાના પ્રતિભાવો આપી શકશે.

જેમાં સર્વિસ લેવલ પ્રગતિના 350 ગુણ, પ્રત્યક્ષ નિરીક્ષણના 300 ગુણ અને નાગરિકોના પ્રતિભાવોના 350 ગુણ ( મોબાઇલ એપ ) જેમાં સ્વચ્છતા અંગેના નાગરિકોના પ્રતિભાવોને ધ્યાનમાં લેવાશે. વર્ષ - 2021 ના સર્વેક્ષણનો રાષ્ટ્રીય કક્ષાએ 9 સપ્ટેમ્બરથી પ્રારંભ કરાયો છે. સર્વેક્ષણમાં વિવિધ પાસાંઓ આવરી લેવાયા હતા.​​​​​​​

ર્વેક્ષણમાં નાગરિકો શૌચાલય, કચરા વિશે ફીડબેક આપી શકશે
જિલ્લાના ગામોમાં સ્વચ્છતાના સર્વેક્ષણમાં શૌચાલયની ઉપલબ્ધતા, શૌચાલયનો ઉપયોગ, વેરાયેલા કચરાની સ્થિતિ, બંધિયાર સ્થિર પાણી (પાણી ભરાયેલા ખાબોચિયાની સ્થિતિ), અને નાગરિકોનો રૂબરૂ અને ઓનલાઇન પ્રતિભાવનો સમાવેશ થાય છે.સ્વચ્છ સર્વેક્ષણ 2021 માં વડોદરા જિલ્લાને પ્રથમ ક્રમાંક અપાવવા મોબાઈલ એપ મારફતે આપનો અમૂલ્ય ફીડબેક આપવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

આ કામગીરી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, વડોદરા દ્વારા જિલ્લાના આઠ તાલુકાઓમાં તાલીમ નું આયોજન કરી સ્વચ્છ સર્વેક્ષણ -2021 વિષે માર્ગદર્શન અપાયું હતું. જેમાં સરપંચ, તલાટી, આગણવાડી બહેનો, આશા વર્કરો અને સખી મંડળના બહેનો તેમજ સ્વચ્છાગ્રાહીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...