તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજગરનું રેસ્ક્યૂ:વડોદરાના સાગડોલ ગામની સીમમાંથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે 6 ફૂટ લાંબો અજગર રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
6 ફૂટ લાંબો અજગર રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો - Divya Bhaskar
6 ફૂટ લાંબો અજગર રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો

ચોમાસાની શરૂઆત થતાં જ મગર, સાપ અને અજગર જેવા પ્રાણીઓ નીકળવાની શરૂઆત થઇ ગઇ છે. આજે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ દ્વારા વાઘોડિયા તાલુકાના સાગડોલ ગામની સીમમાંથી 6 ફૂટ લાંબો અજગર રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપ્યો હતો.

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામમાં રહેતા બુધાભાઈન ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, અમારા ખેતરમાં એક મોટો અજગર આવી ગયો છે.

ચોમાસાની શરૂઆત થતાં જ મગર, સાપ અને અજગર જેવા પ્રાણીઓ નીકળવાની શરૂઆત થઇ ગઇ છે
ચોમાસાની શરૂઆત થતાં જ મગર, સાપ અને અજગર જેવા પ્રાણીઓ નીકળવાની શરૂઆત થઇ ગઇ છે

ફોન આવતાની સાથે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ સંસ્થાના કાર્યકર યુવરાજસિંહ રાજપુત, સંતોષ રાવળ અને વાઘોડિયા વનવિભાગના અધિકારીને લઇને બુધાભાઇના ખેતરમાં પહોંચી ગયા હતા. સ્થળ ઉપર પહોંચેલી ટીમને સાડા છ ફૂટનો અજગર ખેતરમાં જોવા મળ્યો હતો. ટીમે અડધો કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યૂ કરીને વાઘોડિયા વન વિભાગને સોપ્યો હતો. વન વિભાગ દ્વારા અજગરને સહી સલામત જગ્યાએ મુક્ત કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...