તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Wife's Statement Against Bharatsinh's Notice, Said: 'I Revived Him By Serving In Corona, Now After He Recovers, Is Now Pushing For Divorce'

કોંગ્રેસી નેતાની પત્નીનો વિવાદ:ભરતસિંહની નોટિસ સામે પત્નીનો ખુલાસો, કહ્યું: 'કોરોનામાં સેવા કરી મેં તેમને પુનઃ જીવન આપ્યું, સાજા થયા બાદ છૂટાછેડા માટે દબાણ કરે છે'

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશમાબેનની ફાઇલ તસવીર - Divya Bhaskar
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અને પત્ની રેશમાબેનની ફાઇલ તસવીર
  • પત્ની રેશમાબેને જાહેર ખુલાસો કરતા કહ્યું: 'મારા પતિએ મારા ઉપર મૂકેલા આક્ષેપો પાયાવિહોણા છે'
  • ભરતસિંહે નોટિસ જાહેર કરીને કહ્યું હતું કે, 'પત્ની કહ્યામાં નથી, મનસ્વી રીતે વર્તે છે, મને તકલીફ પહોંચાડે એવો ભય છે'

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત પત્ની રેશ્મા પટેલ વિરૂદ્ધ આપેલી એક જાહેર નોટિસ પાઠવી હતી. આ નોટિસના અનુસંધાનમાં રેશ્મા પટેલે પોતાના વકીલ મારફત પોતાનો જાહેર ખુલાસો કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોના મહામારીથી બીમાર હતા. ત્યારે મેં તેમની ખૂબ સેવા કરી છે. અને પુનઃ જીવન આપ્યું છે. પરંતુ, તેઓ સાજા થયા બાદ છૂટાછેડા આપવા માટે દબાણ કરી રહ્યા છે. અને મને ઘરમાંથી કાઢી મૂકી છે. મારા પતિએ મારા ઉપર મૂકેલા આક્ષેપો પાયાવિહોણા છે.

મારી સાથે ગાળાગાળી કરતા હતા અને અમને પહેરેલ કપડાએ ઘરમાંથી કાઢી મૂક્યા છેઃ રેશમા પટેલ
રેશ્મા પટેલે પતિ ભરતસિંહ સોલંકીએ આપેલી નોટિસના અનુસંધાનમાં કરેલા ખુલાસામાં વધુમાં જણાવ્યું છે કે, મારા પતિ ભરતસિંહ સોલંકીએ 13-7-2021ના રોજ જાહેર નોટિસ આપી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, મારા પત્ની રેશ્મા પટેલ મારા કહ્યામાં નથી. અને અમારી સાથે રહેતા નથી. તેવા આરોપો મૂક્યા છે. વાસ્તવમાં પતિ ભરતસિંહ સોલંકી કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યા બાદ તેઓનું અમારા પ્રત્યેનું વર્તન બદલાઇ ગયું હતું. મારી સાથે ગાળાગાળી કરતા હતા અને અમને પહેરેલ કપડાએ ઘરમાંથી કાઢી મૂક્યા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની નોટિસ સામે પત્ની રેશ્માબેનનો ખુલાસો
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની નોટિસ સામે પત્ની રેશ્માબેનનો ખુલાસો

રાજકારણના મોટા હોદ્દાનો દૂરુપયોગ કરી છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા છે
રેશ્મા પટેલે કરેલા ખુલાસામાં એમ પણ જણાવ્યું છે કે, પતિ ભરતસિંહ સોલંકી રાજકારણના મોટા હોદ્દાનો દૂરુપયોગ કરી છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા છે. અમે અમારા પતિ સાથે કોઇ ગેરવર્તણૂંક કરી નથી. અમે તેઓ સાથે પત્ની તરીકે રહેવા તૈયાર છે. અમારો કોઇ વાંક ન હોવા છતાં, પતિ અમોને માનસિક ત્રાસ આપી રહ્યા છે. હાલ અમે કોઇના ઘરે આશ્રિત તરીકે રહીએ છે. ત્યાં પણ અમોને શાંતિથી રહેવા દેતા નથી. અને અલગ-અલગ વ્યક્તિ પાસે ધમકીઓ આપવામાં આવી રહી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ વકીલ મારફતે જાહેર નોટિસ પાઠવી હતી
આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાના વકીલ મારફત એક જાહેર નોટિસ પાઠવી હતી કે, તેમનાં પત્ની રેશ્મા પટેલ છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ એ માટે જવાબદાર રહેશે નહીં.

વડોદરા સ્થિત રેશમાબેનના ઘરે હાલ તાળુ મારેલુ છે
વડોદરા સ્થિત રેશમાબેનના ઘરે હાલ તાળુ મારેલુ છે

મને તકલીફ પહોંચાડે એવો ભય છેઃ ભરતસિંહ
તેમણે નોટિમાં કહ્યું છે કે, અમારી વચ્ચે લાંબા સમયથી મનમેળ ન હતો અને તેઓ મનસ્વી વર્તન કરતાં હતાં. મારા ઘરે આવીને રહે તોપણ કોઈ વાતચીત કરતાં નહીં. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયાસ કર્યો, પરંતુ તેમ થયું નથી. એ પછી તેમના કુટુંબીઓની મધ્યસ્થી કરાવી છતાં પરિણામ ન મળ્યું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે, મને કોઈ રીતે તકલીફ પહોંચે એવું તેઓ કરવાનાં હોય એવો ભય છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ પત્નીને આપેલી જાહેર નોટિસ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ પત્નીને આપેલી જાહેર નોટિસ

અમારા સંબંધોની તિરાડ મોટી થઈ રહી છે: સોલંકી
સોલંકીએ કહ્યું હતું કે મેં છૂટાછેડા લેવા પણ કહ્યું હતું, પરંતુ એ અંગે તેમણે સંમતિ આપી ન હતી. મેં તેમને રહેવા માટે બંગલો, ગાડી, માસિક એકથી દોઢ લાખની આવક થતી રહે એવી સગવડ કરી આપી છે, પરંતુ તેમના પર કોઈ હકારાત્મક અસર થઈ ન હતી. અમારા સંબંધોની તિરાડ વધુ મોટી થતી જતી હતી, તેથી મેં આમાંથી બહાર નીકળવા કોઈ રસ્તો શોધવા પ્રયત્ન શરૂ કર્યો. આ વાતથી મને વ્યક્તિગત રીતે નુકસાન થવાનો ભય છે, પરંતુ મારા માટે જે ઓછું નુક્સાનકર્તા હોય એવું પગલું ભરવા માટે મને આ રસ્તો યોગ્ય લાગ્યો, તેથી મેં નોટિસ મોકલી છે.