તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારિવારિક ઝઘડો:વડોદરા જિલ્લા SOG પીઆઇનાં પત્ની 1 માસથી ભેદી સંજોગોમાં ગુમ; 5 જૂને મધરાત બાદ બાળક અને ફોન ઘરમાં છોડીને જતાં રહ્યાં હતાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલાં સ્વીટીબેન પટેલ. - Divya Bhaskar
ગુમ થયેલાં સ્વીટીબેન પટેલ.
  • કરજણ પોલીસે બનાવ અંગે જાણવાજોગ નોંધીને તપાસ શરૂ કરી

જિલ્લા પોલીસતંત્રમાં એસઓજીમાં ફરજ બજાવતા પીઆઇ એ.એ. દેસાઇનાં કરજણમાં રહેતાં પત્ની 1 મહિના પહેલાં મધરાત બાદ ઘર છોડી ભેદી સંજોગોમાં ગુમ થયાં હતાં. કરજણ પોલીસે જાણવાજોગ નોંધી શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં જણાયું હતું કે તેઓ 2 વર્ષના બાળક અને મોબાઇલ ઘેર છોડીને જતાં રહ્યાં હતાં. ઘર છોડવા પાછળનું કારણ જાણવા મળી શકયું ન હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા જિલ્લા એસઓજી પીઆઇ એ.એ. દેસાઇનાં પત્ની સ્વીટીબેન મહેન્દ્રભાઇ પટેલ (ઉં.37) 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8-30 વાગ્યાના અરસામાં ઘર છોડી જતા રહ્યા હોવા બાબતે સ્વીટીબેનના ભાઇ જયદીપ મહેન્દ્રભાઇ પટેલે 11 જૂને કરજણ પોલીસમાં જાણ કરતાં જાણવાજોગ નોંધીને શોધખોળ શરૂ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે પીઆઇ એ.એ. દેસાઇ અગાઉ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, ત્યાર બાદ તેમની નિમણૂક જિલ્લા એસઓજી શાખામાં કરાઈ હતી. જોકે તેમનો પરિવાર કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતો હતો. બનાવને પગલે કરજણ પીઆઇ પટેલ તથા ડીવાયએસપી કે.વી.સોલંકીએ તપાસ શરૂ કરી હતી. ડીવાયએસપીએ જણાવ્યું હતું કે સ્વીટીબેનની હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે શોધખોળ કરાઇ રહી છે. આ બાબતે પોલીસે તેમના ફોટા સાથેનાં પેમ્ફલેટ પણ છપાવ્યાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પીઆઇ અને સ્વીટીબેને પ્રેમલગ્ન કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...