તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરેલુ હિંસા:વડોદરામાં પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિ સહિતના સાસરીયાએ માનસિક ત્રાસ આપી મારઝૂડ કરી, પિયરમાંથી 5 લાખ રૂપિયા લઇ આવવા દબાણ કરતા પોલીસ ફરિયાદ

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • દહેજ મામલે પતિએ ધમકી આપતા પરિણીતાએ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
 • પિયરમાંથી 5 લાખ રૂપિયા લઇ આવવા માટે સાસરિયા દબાણ કરતા હતા
 • પોલીસે સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ સાસરી પક્ષના પાંચ સભ્યો વિરૂદ્ધ ગુનો નોંધ્યો

વડોદરા શહેરમાં લગ્નના 15 દિવસ બાદ 'તું પિયરમાંથી કંઈ લાવી નથી' તેમ જણાવી પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને રૂપિયા 5 લાખની માગણી કરનાર પતિ સહિત 5 સાસરીયા વિરૂદ્ધ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્ત્રી અત્યાચાર, મારામારી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાસરીયા પરિણીતાને માનસિક ત્રાસ આપીને મારઝૂડ કરતા હતા
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ-2018 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ મુકેશભાઈ નટુભાઈ વાઘેલા(રહે, શિવ દર્શન સોસાયટી, લક્ષ્મીપુરા રોડ, ગોરવા, વડોદરા) સાથે થયા હતા. પોલીસ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, લગ્ન બાદ મારા પતિ સારી રીતે રહેતા હતા, પરંતુ, સાસુ-સસરાની ચડામણીથી ઘર કંકાસ ઉભો થયો હતો. તેઓ જણાવતા હતા કે 'તારા પિયરમાંથી દહેજમાં તું કંઈ લાવી નથી. અમારા છોકરા માટે ઘણા સારા માંગા આવતા હતા અને દહેજમાં 15 લાખ રૂપિયા આપવા તૈયાર હતા, તેમ છતાં તારી સાથે લગ્ન કરાવ્યા છે, તું તારા બા પાસેથી મારા છોકરા માટે 5 લાખ લઇ આવ', તેમ કહી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી સાસરિયાઓ મારઝૂડ કરતા હતા

પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી
આ ઉપરાંત જેઠ ખરાબ દાનત રાખતો હોવાના આક્ષેપ પણ પરિણીતાએ કર્યાં છે અને પતિએ ઘરમાંથી કાઢી મૂકીને જણાવ્યું હતું કે, તારા બાપના ઘરેથી રૂપિયા 5 લાખ લઈ આવ તો જ તને ઘરમાં પ્રવેશવા દઈશ. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે સ્ત્રી અત્યાચાર, મારામારી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો