તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પતિનો આક્રોશ:વડોદરાની સમરસ હોસ્પિટલમાં પત્નીનું કોરોનાથી મોત, પતિએ કહ્યુંઃ 'વેન્ટિલેટરમાં લઇ જવા સ્ટ્રેચર પણ નહોતુ, પત્નીના મૃત્યુ માટે સરકાર પણ જવાબદાર છે'

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક મહિલાન પતિ હિરલભાઇ શાહ - Divya Bhaskar
મૃતક મહિલાન પતિ હિરલભાઇ શાહ
  • પત્નીના મૃત્યુ બાદ હોસ્પિટલમાંથી મેડિક્લેમના ડોક્યુમેન્ટ પરત ન આપતા પતિ ધરણા કરવા માટે પહોંચ્યા
  • શનિવારે મારી પત્નીનો ફોન આવ્યો હતો કે, હોસ્પિટલમાં પીવાનું પાણી મળતુ નથી, જેથી મે પાણી પહોંચાડ્યુ
  • સરકાર હોસ્પિટલોમાં જરૂરી સુવિધાઓ પુરી પાડે તેવી મૃતક મહિલાના પતિએ માગ કરી

વડોદરા શહેરની સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત પત્નીના મૃત્યુ બાદ હોસ્પિટલમાંથી મેડિક્લેમના ડોક્યુમેન્ટ પરત ન આપતા પતિ ધરણા કરવા માટે પહોંચ્યા હતા. જોકે, સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો. મૃતક મહિલાના પતિએ જણાવ્યું હતું કે, મારી પત્નીના મોત માટે સરકાર પણ જવાબદાર છે. મારી પત્નીને સમયસર સ્ટ્રેચર મળી ગયું હોત તો, બચવાની આશા હતી.

મારી પત્નીનો ફોન આવ્યો હતો કે, હોસ્પિટલમાં પીવાનું પાણી મળતુ નથી
મૃતક મહિલાના પતિ હિરલભાઇ શાહે જણાવ્યું હતું કે, બુધવારે મારા નેર્સગીબેન શાહ પત્નીને સમરસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે મારી પત્નીનો ફોન આવ્યો હતો કે, અમને પાણી નથી મળ્યું. જેથી મે પાણી પહોંચાડ્યું હતું. ત્યાં જઇને જોયુ તો ખરેખર કોઇને પાણી મળ્યું નહોતું. ડોક્ટર તો પાણી લઇ આવે પણ દર્દી પાણી લેવા કેવી રીતે જાય.

પત્નીને વેન્ટિલેટરમાં લઇ જવા સ્ટ્રેચર પણ મળ્યું નહીં
હોસ્પિટલમાંથી મારા ઉપર ફોન આવ્યો હતો કે, તમે વેન્ટિલેટરની વ્યવસ્થા કરો, ઓક્સિજન લેવલ ખુબ ડાઉન થઇ ગયા છે. અમે વેન્ટિલેટરની વ્યવસ્થા ક્યાંથી કરીએ. અમે આવીને ડોક્ટરને ખુબ વિનંતી કરી કે, તમે વેન્ટિલેટરની વ્યવસ્થા કરી આપો. ત્યારબાદ તેમણે કહ્યું કે, એક વેન્ટિલેટર ખાલી થાય છે. પણ વેન્ટિલેટરમાં લઇ જવા માટે તેમની પાસે સ્ટ્રેચર પણ નહોતુ. સ્ટ્રેચર પહેલે માળ પર છે. લિફ્ટમાં અહીં લાવી શકાય તેમ નથી. વ્હિલ ચેર પણ અંદર જઇ શકે તેમ નથી. જેથી મે અને મિત્રએ ઉંચકીને મારા પત્નીને ઉંચકીને મૂક્યા હતા. તે સમયે મને લાગતુ હતું કે, તેઓ મૃત્યુ થઇ ચૂક્યુ છે.

મારી પત્નીને સમયસર સ્ટ્રેચર મળી ગયું હોત તો, બચવાની આશા હતી
દોઢ વાગ્યે હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો કે, તમારા પત્નીનું મૃત્યુ થયું છે. મારા મેડિક્લેમના ડોક્યુમેન્ટ અમને આપ્યા નથી. જે માટે અમે રાહ જોઇ રહ્યા છે. વેન્ટિલેટરમાં લઇ જવા માટે સ્ટ્રેચર નથી, તેમની પાસે સર્વન્ટ નથી. હું એટલા માટે કહી રહ્યો છું. મારી પત્ની તો મે ગુમાવી પણ બીજા કોઇને આવી તકલીફ ન મળવી જોઇએ. સરકારે ડોક્ટરોને ફેસિલિટી પૂરી પાડવી જોઇએ. મારી પત્નીના મોત માટે સરકાર પણ જવાબદાર છે. મારી પત્નીને સમયસર સ્ટ્રેચર મળી ગયું હોત તો, બચવાની આશા હતી.

મારા પરિવારના સભ્યો કોરોનાગ્રસ્ત છે
ઘરમાં મારી મમ્મી, ભાઇ અને તેની પત્ની પણ પોઝિટિવ છે. મારે તેમની પણ સેવા કરવાની હોય છે અને તેની વચ્ચે મારા ડોક્યુમેન્ટ મને આપતા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો