તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:લગ્નમાંથી આવતા દંપતીને અકસ્માત નડતાં પત્નીનું મોત

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • નવાયાર્ડના દંપતીની બાઇકને મકરપુરા રોડ પર અકસ્માત
 • પતિને ગંભીર ઇજા, વાઘોડિયા રોડ અને આસોજ ખાતે માર્ગ અકસ્માતના 2 બનાવમાં 2 યુવકનાં મોત નિપજ્યાં

શિનોરથી લગ્ન પ્રસંગ પતાવી વડોદરા આવી રહેલા દંપતિને મકરપુરા રોડ પર અકસ્માત નડતા પત્નીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બે અકસ્માતના બનાવમાં બે લોકોના મોત નિપજ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર નવાયાર્ડના હુસૈની પાર્કમાં રહેતા શબ્બીર ખોખર અને તેમના પત્ની બિલ્કીશ બાનું શિનોર ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. જ્યાંથી તેઓ 26મી તારીખે વડોદરા પરત આવતા મકરપુરા રોડ પર તેઓની બાઇકને અકસ્માત નડ્યો હતો. અન્ય એક બાઈકે તેઓને ટક્કર મારતા શબ્બીરભાઈ અને બિલ્કીશ બાનુંને ઇજાઓ પહોંચી હતી.

જેમાં બિલ્કીશ બાનુને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સયાજી હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું રવિવારે સાંજે મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે માંજલપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતનો બીજો બનાવ વાઘોડિયા રોડ પર બન્યો હતો. જેમાં વાઘોડિયા તાલુકાના ખેડાકર મસીયા ગામનો 36 વર્ષના મનુભાઈ ભાલીયાને અકસ્માત થતા તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમાં સીસવા ગામે રહેતો 26 વર્ષનો ચેતન સોલંકી ગઈકાલે રવિવારે આસોજ ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે રીક્ષા ચાલકે તેની બાઇકને ટક્કર મારતા ઇજાગ્રસ્ત ચેતનને સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો